gu_tn/act/21/intro.md

4.1 KiB

પ્રેરિતોનાં કૃત્યો 21 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પ્રેરિતોનાં કૃત્યો 21:1-19 માં પાઉલની યરૂશાલેમ તરફની મુસાફરીનું વર્ણન કરે છે. તે યરૂશાલેમ પહોંચ્યા ત્યારે ત્યાંના વિશ્વાસીઓએ તેને કહ્યું કે યહૂદીઓ તેને નુકસાન પહોંચાડવા માગે છે અને તેણે શું કરવું જોઈએ જેથી તેઓ તેને નુકસાન ન પહોંચાડી શકે (કલમ 20-26). તેમ છતાં, પાઉલે તે કર્યું જે તેને વિશ્વાસીઓએ કરવાનું કહ્યું હતું, યહૂદીઓએ તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો. રોમનોએ તેને બચાવ્યો અને તેને યહૂદીઓ સાથે વાત કરવાની એક તક આપી.

આ અધ્યાયની અંતિમ કલમ અધૂરા વાક્ય સાથે સમાપ્ત થાય છે. મોટાભાગના અનુવાદોમાં વાક્ય અધૂરું રહે છે, જેમ યુએલટી માં છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""તેઓ સર્વ નિયમનું પાલન કરવા કટિબદ્ધ હતા""

યરૂશાલેમના યહૂદીઓ મૂસાના નિયમનું પાલન કરતા હતા. જેઓ ઈસુને અનુસરતા હતા તેઓ પણ નિયમનું પાલન કરતા હતા. બંને જૂથોએ વિચાર્યું કે પાઉલ ગ્રીસમાં યહૂદીઓને નિયમનું પાલન ન કરવા કહે છે. પરંતુ તે ફક્ત વિદેશી લોકોને જ કહેતા હતા.

નાઝારી પ્રતિજ્ઞા

પાઉલ અને તેના ત્રણ મિત્રોએ લગભગ નાઝારીની પ્રતિજ્ઞા લીધી હતી, કારણ કે તેઓએ માથું મૂંડાવ્યું હતું (પ્રેરિતોનાં કૃત્યો 21:23).

ભક્તિસ્થાનમાં વિદેશીઓ

યહૂદીઓએ પાઉલ પર આરોપ મૂક્યો કે તે એક વિદેશી માણસને ભક્તિસ્થાનમાં લાવે છે અને ભાગ આપે છે જેમાં ઈશ્વરે ફક્ત યહૂદીઓને જ જવા માટે પરવાનગી આપી છે. તેઓએ વિચાર્યું કે ઈશ્વર ઇચ્છે છે કે તેઓ તેને મારી નાખીને સજા આપે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/holy)

રોમન નાગરિકત્વ

રોમનો એ વિચાર્યું કે તેઓએ ફક્ત રોમન નાગરિકો સાથે ન્યાય પૂર્વક વર્તન કરવું જોઈએ. તેઓ રોમન નાગરિક ન હોય તેવા લોકો સાથે ઇચ્છે તે પ્રમાણે કરી શકતા, પરંતુ તેઓએ અન્ય રોમનો સાથે નિયમનું પાલન કરવું પડતું. કેટલાક લોકો રોમન નાગરિકત્વ સાથે જન્મ્યા હતા, અને બીજા લોકોએ રોમન સરકારને નાણાં આપ્યા હતા જેથી તેઓ રોમન નાગરિક બની શકે.