gu_tn/act/19/intro.md

1.4 KiB

પ્રેરિતોનાં કૃત્યો 19 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

બાપ્તિસ્મા

યોહાને લોકોને બાપ્તિસ્મા આપીને બતાવ્યું કે તેઓ કેવી રીતે તેમના પાપો માટે દિલગીર છે. ઈસુના અનુયાયીઓએ ઈસુને અનુસરતા લોકોને બાપ્તિસ્મા આપ્યું.

આર્તિમિસનું મંદિર

એફેસસ શહેરમાં આર્તિમિસનું મંદિર એક મહત્વપૂર્ણ સ્થાન હતું. ઘણાં લોકો આ મંદિરને જોવા માટે એફેસસમાં આવતા હતા, અને તેઓ ત્યાંથી આર્તિમિસ દેવીની મૂર્તિઓની ખરીદી કરતા. આર્તિમિસની મૂર્તિઓ વેચનારા લોકોને ડર હતો કે જો લોકો આર્તિમિસને ખરેખર દેવી નહિ માને, તો તેઓ મૂર્તિઓ માટે વેચનારાઓને નાણાં આપવાનું બંધ કરશે.