gu_tn/act/16/intro.md

2.1 KiB

પ્રેરિતોનાં કૃત્યો 16 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

તિમોથીની સુન્નત

પાઉલે તિમોથીની સુન્નત કરી કારણ કે તેઓ યહૂદીઓ અને વિદેશી લોકોને ઈસુનો સંદેશ પ્રગટ કરતા હતા. પાઉલ ઇચ્છતો હતો કે યહૂદીઓએ તે જાણવું જોઈએ કે તે મૂસાના નિયમનો આદર કરે છે, તેમ છતાં યરૂશાલેમની મંડળીના આગેવાનોએ નિર્ણય લીધો હતો કે ખ્રિસ્તીઓને સુન્નત કરવાની જરૂર નથી..

સ્ત્રી કે જેને ભવિષ્યવાણી કરવાનો આત્મા હતો

મોટાભાગના લોકો ઇચ્છતા હોય છે કે ભવિષ્ય જાણે, પરંતુ મૂસાના નિયમશાસ્ત્ર અનુસાર ભવિષ્ય વિશે શીખવા માટે મૃત લોકોના આત્મા સાથે વાત કરવી એ પાપ છે. આ મહિલા ભવિષ્ય ખૂબ સારી રીતે જણાવી શકે છે. તે ગુલામ હતી, અને તેણીનો માલિક તેણીના કામથી ખૂબ પૈસા કમાયો હતો. પાઉલ ઇચ્છે છે કે તેણી પાપ કરવાનું બંધ કરે, તેથી તેણે આત્માને કહ્યું કે તેને છોડી દે. લૂક કહેતા નથી કે તેણીએ ઈસુને અનુસરવાનું શરૂ કર્યું અથવા તેણીના વિષે વધારે માહિતી કહી નથી.