gu_tn/act/09/intro.md

3.4 KiB

પ્રેરિતોનાં કૃત્યો 09 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""માર્ગ""

કોઈને જાણ નથી કે કોણે વિશ્વાસીઓને સૌપ્રથમ ""માર્ગ અનુસરનારાઓ"" તરીકે કહ્યા. આ સંભવત: રીતે વિશ્વાસીઓ પોતાને એ પ્રમાણે કહેતા હતા, કારણ કે બાઈબલ ઘણીવાર વ્યક્તિને પોતાનું જીવન જીવવા વિશે કહે છે જાણે કે તે વ્યક્તિ કોઈ રસ્તા પર ચાલે છે અથવા ""માર્ગ."" જો આ સાચું છે, તો “ઈશ્વરનો માર્ગ અનુસરવો” કે જે રીતે ઈશ્વર ઇચ્છે છે અને પ્રસન્ન થાય છે તેવું જીવન જીવવું.

""દમસ્કસના સભાસ્થાનો માટે પત્રો""

પાઉલે જે “પત્રો” માગ્યા હતા તે કાયદાકીય કાગળો હતા જે તેને ખ્રિસ્તીઓને બંદીવાન બનાવવાની પરવાનગી આપે છે. દમસ્કસમાંના સભાસ્થાનના આગેવાનોએ પત્રનું પાલન કર્યું હોત કારણ કે તે પત્ર પ્રમુખ યાજકે લખ્યો હતો. જો રોમનોએ આ પત્ર જોયો હોત, તો તેઓએ શાઉલને ખ્રિસ્તીઓ પર અત્યાચાર ગુજારવાની છૂટ આપી હોત, કારણ કે તેઓએ તેમના ધાર્મિક કૃત્યોને તોડનારા લોકોને ઇચ્છે તે પ્રમાણે યહૂદીઓને કરવાની મંજૂરી આપી હતી.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

શાઉલ જ્યારે ઈસુને મળ્યો ત્યારે તેણે શું જોયું

તે સ્પષ્ટ છે કે શાઉલે પ્રકાશ જોયો અને તે આ પ્રકાશને કારણે ""જમીન પર પડી ગયો."" કેટલાક લોકો એવું વિચારે છે કે શાઉલ જાણે છે કે તે પ્રભુ હતા કે જે માનવ સ્વરૂપ વિના તેની સાથે બોલતા હતા, કારણ કે બાઈબલ જણાવે છે કે ઈશ્વર પ્રકાશ સમાન છે અને પ્રકાશમાં રહે છે. અન્ય લોકો વિચારે છે કે પાછળથી તેના જીવનમાં તે એમ કહેવા સમર્થ હશે કે, ""મેં પ્રભુ ઈસુને જોયા છે"" કારણ કે તેણે અહીં એક માનવ સ્વરૂપ જોયું હતું.