gu_tn/act/08/intro.md

3.1 KiB

પ્રેરિતોનાં કૃત્યો 08 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદકોએ વાંચનને સરળ બનાવવા માટે કવિતાઓની પ્રત્યેક પંક્તિ બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુએ ગોઠવે છે. યુએલટી આ કવિતાને સાથે જોડે છે જે 8:32-33 માં જૂના કરારમાંથી ટાંકવામાં આવ્યું છે.

કલમ 1 ની પંક્તિનું વર્ણન 7 માં અધ્યાય સુધી ચાલુ છે. લૂક અહીં તેના ઇતિહાસનો નવો ભાગ શરૂ કરે છે ""તેથી શરૂ થયું"" શબ્દથી.

આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો

પવિત્ર આત્મા પ્રાપ્ત કરવો

લૂક આ અધ્યાયમાં પ્રથમ વખત પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા વિશે વાત કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 8:15-19). પવિત્ર આત્માએ વિશ્વાસીઓને પહેલેથી જ અન્ય ભાષામાં ઉપદેશ કરવાનું દાન આપ્યું હતું, બીમારને સાજા કરવા, અને સમુદાય તરીકે જીવવું, અને તેણે સ્તેફને પણ ભરપૂર કર્યો હતો. પરંતુ જ્યારે યહૂદીઓ વિશ્વાસીઓને જેલમાં પુરવા લાગ્યા, ત્યારે જે વિશ્વાસીઓ યરૂશાલેમ છોડી શકે તેઓ છોડી ગયા, અને જતા જતા લોકોને ઈસુનું નામ આપતા ગયા. જે લોકોએ ઈસુનું નામ પ્રાપ્ત કર્યું તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો અને મંડળીના આગેવાનોને જાણ થઈ કે તેઓ સાચા વિશ્વાસી બની ગયા છે.

પ્રગટ કર્યું

પ્રેરિતોનાં પુસ્તકનાં અન્ય અધ્યાય કરતા આ અધ્યાયમાં વિશ્વાસીઓ વચનનો ફેલાવો, સુવાર્તા પ્રચારનો ફેલાવો અને ઈસુ એ જ ખ્રિસ્ત છે તેનો ફેલાવો કર્યો તે વિષે સૌથી વધુ કહે છે. ""પ્રગટ કરવું"" શબ્દ એ ગ્રીક શબ્દનું અનુવાદ છે જેનો અર્થ છે કે કોઈ બાબત વિશે ભલા સમાચાર જણાવવા.