gu_tn/act/06/intro.md

2.3 KiB

પ્રેરિતોનાં કૃત્યો 06 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

વિધવાઓને વહેંચણી

યરૂશાલેમના વિશ્વાસીઓએ સ્ત્રીઓને જેમના પતિઓ મૃત્યુ પામ્યા હતા તેઓને દરરોજ ભોજન આપ્યું હતું. તે સર્વ યહૂદીઓ તરીકે ઉછરેલા હતા, પરંતુ તેમાંથી કેટલાક યહૂદીયામાં રહેતા હતા જેથી હિબ્રૂ ભાષા બોલતા હતા, અને બીજાઓ વિદેશી વિસ્તારોમાં રહેતા હતા અને ગ્રીક ભાષા બોલતા હતા. જે લોકો એ ખોરાક વહેંચતા હતા તેઓ હિબ્રૂ-બોલનાર વિધવાઓને આપતા હતા પરંતુ ગ્રીક-બોલનાર વિધવાઓને આપતા નહીં. ઈશ્વરને પ્રસન્ન કરવા મંડળીના આગેવાનોએ ગ્રીક-બોલનાર પુરુષોની નિમણૂક કરી કે જેથી તેઓ ખાતરી કરી શકે કે ગ્રીક-બોલનાર વિધવાઓને ખોરાકનો તેઓનો ભાગ મળે. આ ગ્રીક-બોલનાર પુરુષોમાંથી એક સ્તેફન હતો.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""તેનો ચહેરો દૂતના ચહેરા જેવો હતો""

સ્તેફનનો ચહેરો દૂત જેવો શા કારણે હતો તે કોઈ જાણતું ન હતું, કારણ કે લૂક એ વિશે આપણને કહેતો નથી. યુએલટી આ વિષે શું કહે છે તે જ કહેવાનું અને અનુવાદ કરવાનું શ્રેષ્ઠ છે.