gu_tn/2ti/front/intro.md

9.4 KiB
Raw Permalink Blame History

તિમોથીની 2 જા પત્રની પ્રસ્તાવના

ભાગ 1: સામાન્ય પ્રસ્તાવના

તિમોથીને 2 જા પત્રની રૂપરેખા

  1. પાઉલ તિમોથીનું અભિવાદન કરે છે અને ઈશ્વરની સેવા કરતાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે તેને ઉત્તેજન આપે છે (1:1-2:13).
  2. પાઉલ તિમોથીને સામાન્ય સૂચનાઓ આપે છે (2:1426).
  3. પાઉલ તિમોથીને ભવિષ્યના બનાવો વિશે ચેતવણી આપે છે અને તેણે કેવી રીતે ઈશ્વરની સેવા કરવી તે વિશે સૂચનાઓ આપે છે (3:1-4:8).
  4. પાઉલ વ્યક્તિગત ટીપ્પણીઓ કરે છે (4:9-24).

તિમોથીને 2 જો પત્ર કોણે લખ્યો?

તિમોથીને 2 જો પત્ર પાઉલે લખ્યો. પાઉલ તાર્સસ શહેરનો વતની હતો. તેના અગાઉના જીવનમાં તે શાઉલ તરીકે ઓળખાતો હતો. ખ્રિસ્તી બન્યા પહેલા, પાઉલ એક ફરોશી હતો. તેણે ખ્રિસ્તીઓની સતાવણી કરી હતી. ખ્રિસ્તી બન્યા બાદ, લોકોને ઈસુ વિશે કહેતા તેણે સમગ્ર રોમન સામ્રાજ્યમાં અનેક વખત મુસાફરી કરી હતી.

આ પુસ્તક એ પાઉલે તિમોથીને લખેલો બીજો પત્ર છે. તિમોથી તેનો શિષ્ય અને નિકટનો મિત્ર હતો. પાઉલ જ્યારે રોમની જેલમાં હતો ત્યારે તેણે આ પત્ર લખ્યો. આ પત્ર લખ્યા પછીના થોડા જ સમયમાં પાઉલ કદાચ મરણ પામ્યો હશે.

તિમોથીને 2 જો પત્ર શેના વિશે છે?

પાઉલે તિમોથીને એફેસસ શહેરમાં ત્યાંના વિશ્વાસીઓને મદદ કરવા સારું મૂક્યો હતો. પાઉલે આ પત્ર તિમોથીને વિવિધ બાબતોમાં સૂચનાઓ આપવા માટે લખ્યો હતો. જે બાબતોને તેણે સંબોધી તે જૂઠાં શિક્ષકો વિશે ચેતવણીઓ અને મુશ્કેલ પરિસ્થિતીઓને સહન કરવાનો સમાવેશ કરતી હતી. પાઉલ કેવી રીતે તિમોથીને મંડળીઓ મધ્યે આગેવાન બનવા માટે તાલીમ આપી રહ્યો હતો તે પણ આ પત્ર દર્શાવે છે.

આ પુસ્તકના શીર્ષકનું અનુવાદ કેવી રીતે થવું જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેનું પારંપારિક શીર્ષક આપવાનું પસંદ કરી શકે છે, ""2 જો તિમોથી"" અથવા ""બીજો તિમોથી."" અથવા તેઓ સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે ""પાઉલનો તિમોથીને બીજો પત્ર."" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

ભાગ 2: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

તિમોથીના 2 જા પત્રમાં કાલ્પનિક સૈનિક શું છે?

પોતે વહેલો મૃત્યું પામનાર છે તેની સભાનતા સાથે જેમ પાઉલ જેલમાં રાહ જોઈ રહ્યો હતો ત્યારે તે ઘણીવાર પોતાનો ઉલ્લેખ ઈસુ ખ્રિસ્તના સૈનિક તરીકે કરે છે. સૈનિકો તેમના આગેવાનોને જવાબદાર છે. તે જ પ્રમાણે, ખ્રિસ્તીઓ ઈસુને જવાબદાર છે. ખ્રિસ્તના ""સૈનિકો"" તરીકે, વિશ્વાસીઓએ ખ્રિસ્તની આજ્ઞાઓને આધીન થવું જોઈએ, પછી ભલે પરિણામ સ્વરૂપે તેઓએ મરવું પડે.

શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે એટલે શું?

શાસ્ત્રના ખરા લેખક ઈશ્વર છે. ઈશ્વરે શાસ્ત્રના પુસ્તકોના માનવીય લેખકોને પુસ્તકો લખવા માટે પ્રેરણા આપી. તેનો અર્થ એ થયો કે લોકોએ જે કંઈપણ લખ્યું તે લખાવનાર ઈશ્વર હતા. આ જ માટે તેને ઈશ્વરના વચન તરીકે પણ ઉલ્લેખવામાં આવે છે. બાઈબલ વિશે આ અનેક બાબતો સૂચવે છે. પ્રથમ, બાઈબલ ક્ષતિરહિત અને ભરોસાપાત્ર છે. બીજું, જે લોકો શાસ્ત્રને વિકૃત કરવા માગે છે કે તેનો નાશ કરવા માગે છે, તેઓથી શાસ્ત્રના રક્ષણ માટે આપણે ઈશ્વર પર આધાર રાખી શકીએ છીએ. ત્રીજું, વિશ્વની સર્વ ભાષાઓમા ઈશ્વરના વચનનું અનુવાદ થવું જોઈએ.

ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ

એકવચન અને બહુવચન ""તું/તમે""

આ પુસ્તકમાં, ""હું"" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. અહીંયા “તું” શબ્દ લગભગ હંમેશા એકવચનમાં છે અને તે તિમોથીનો ઉલ્લેખ કરે છે. ફક્ત 4:22 તેના અપવાદ સ્વરૂપે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-exclusive]] અને [[rc:///ta/man/translate/figs-you]])

""ખ્રિસ્તમાં,"" ""પ્રભુમાં,"" વગેરે અભિવ્યક્તિઓ દ્વારા પાઉલનો અર્થ શો હતો?

પાઉલનો અર્થ ખ્રિસ્ત અને વિશ્વાસીઓ સાથે ઘણી નજીકની ઐક્યતાના વિચારને વ્યક્ત કરવાનો હતો. આ પ્રકારની અભિવ્યક્તિની વધુ માહિતી માટે કૃપા કરીને રોમનોના પુસ્તકની પ્રસ્તાવના જુઓ.

તિમોથીને 2 જા પત્રના લખાણમાં કયા મુખ્ય શાબ્દિક મુદ્દાઓ છે?

નીચેની કલમો માટે, બાઈબલની આધુનિક આવૃત્તિઓ જૂની આવૃત્તિઓથી અલગ પડે છે. યુએલટી આધુનિક આવૃત્તિ પ્રમાણે છે અને તે જૂની આવૃત્તિના લખાણને પાનાંની નીચે ટૂંકી નોંધ તરીકે મૂકે છે. જો વાચકોના ભૌગોલિક વિસ્તારમાં બાઈબલનો અનુવાદ ઉપલબ્ધ છે તો અનુવાદકોએ તે આવૃત્તિને લક્ષમાં લેવી જોઈએ. જો નથી, તો અનુવાદકોને આધુનિક આવૃત્તિને અનુસરવા સલાહ આપવામાં આવે છે.

  • ""આ કારણોસર, મને ઉપદેશક, પ્રેરિત, અને શિક્ષક નિમવામાં આવ્યો"" (1:11). કેટલીક જૂની આવૃત્તિઓ આ પ્રમાણે નોંધે છે, ""આ કારણોસર, મને વિદેશીઓ માટે ઉપદેશક, પ્રેરિત અને શિક્ષક નિમવામાં આવ્યો.""
  • ""ઈશ્વર સમક્ષ તેમને ચેતવણી આપ"" (2:14). કેટલીક જૂની આવૃત્તિઓ આ પ્રમાણે નોંધે છે, ""તેમને પ્રભુ સમક્ષ ચેતવણી આપ.""

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)