gu_tn/2co/08/intro.md

3.2 KiB

૨ કરિંથીઓનો પત્ર ૦૮ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

અધ્યાય ૮ અને ૯માં નવો વિભાગ શરુ થાય છે. પાઉલ લખે છે કે કેવી રીતે ગ્રીસની મંડળીઓએ યરુશાલેમમાંના જરૂરિયાતમંદ વિશ્વાસીઓને સહાય કરી.

કેટલાક અનુવાદો જુના કરારમાંના અવતરણોને બાકીના લખાણો કરતા જમણી બાજુએ દર્શાવે છે. આ પ્રમાણે કલમ ૧૫ના અવતરણ શબ્દોને ULT દર્શાવે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

યરુશાલેમમાંની મંડળીને ભેટ

કરિંથની મંડળીએ યરુશાલેમમાંના દરિદ્ર વિશ્વાસીઓને નાણાં આપવાની તૈયારી શરુ કરી. મકાદોનીયાની મંડળીઓએ પણ ઉદારતાથી આપ્યું હતું. પાઉલે તિતસ અને અન્ય બે વિશ્વાસીઓને કરિંથ મોકલ્યા કે જેથી તેઓ કરિંથના વિશ્વાસીઓને ઉદારતાથી આપવા પ્રોત્સાહિત કરે. પાઉલ અને અન્યો તે નાણાં યરુશાલેમમાં લઈ જશે. તેઓ લોકોને જણાવવા માગે છે કે તે કાર્ય પ્રામાણિકપણે કરાયું છે.

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

અમે

પાઉલ સંભવિત રીતે “અમે” સર્વનામનો ઉપયોગ તિમોથી અને પોતાનો ઉલ્લેખ કરવા માટે કરે છે. આ સર્વનામ અન્ય લોકોનો પણ સમાવેશ કરી શકે છે.

વિરોધાભાસ

“વિરોધાભાસ” એક સત્ય નિવેદન છે જે કંઈક અશક્ય વસ્તુનું વર્ણન દર્શાવવા માટે થાય છે. કલમ ૨ માં આ શબ્દો વિરોધાભાસ છે. તેઓનો ભરપુર આનંદ અને અત્યંત દરિદ્રતાએ ઉદારતાની મહાન સંપત્તિ ઉત્પન્ન કરી છે. કલમ ૩ માં પાઉલ સમજાવે છે કે કેવી રીતે તેઓની દરિદ્રતાએ સંપત્તિ ઉત્પન્ન કરી છે. પાઉલ સંપત્તિ અને દરિદ્રતાના અન્ય વિરોધાભાસનો પણ ઉપયોગ કરે છે. (૨ કરિંથીઓ ૮:૨)