gu_tn/2co/07/intro.md

2.5 KiB

૨ કરિંથીઓ 0૭ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

કલમો ૨-૪ માં, પાઉલ પોતાનો બચાવ પૂરો કરે છે. તે પછી તે તિતસના પાછા ફરવા અને તેના દ્વારા પ્રાપ્ત દિલાસા વિશે લખે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

શુદ્ધ અને અશુદ્ધ

ખ્રિસ્તીઓ ""શુદ્ધ"" છે એ અર્થમાં કે ઈશ્વરે તેમને પાપથી શુદ્ધ કર્યા છે. તેઓએ હવે મૂસાના નિયમ પ્રમાણે શુદ્ધ હોવા અંગે ચિંતા કરવાની જરૂર નથી. અધર્મીપણે જીવવું કોઈપણ ખ્રિસ્તીને અશુદ્ધ બનાવી શકે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/clean]] અને [[rc:///tw/dict/bible/kt/lawofmoses]])

ઉદાસી અને ખેદ

આ અધ્યાયમાં ""ઉદાસી"" અને ""ખેદ"" શબ્દો દર્શાવે છે કે કરિંથીઓ પસ્તાવો કરવા સુધી નારાજ હતા. (જુઓ: rc://*/tw/dict/bible/kt/repent)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

અમે

પાઉલ સંભવિત ""અમે"" સર્વનામનો ઉપયોગ ઓછામાં ઓછું તિમોથી અને પોતાને રજૂ કરવા માટે કરે છે. તેમાં અન્ય લોકોનો સમાવેશ પણ થઈ શકે છે.

મૂળ પરિસ્થિતિ

આ અધ્યાયમાં પાછલી પરિસ્થિતિની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ અધ્યાયની માહિતીમાંથી આપણે આ પરિસ્થિતિના કેટલાક પાસાઓ શોધી શકીએ છીએ. પણ અનુવાદમાં આ પ્રકારની ગર્ભિત માહિતી શામેલ ન કરવી તે શ્રેષ્ઠ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)