gu_tn/2co/04/intro.md

3.3 KiB

૨ કરિંથીઓ 0૪ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

આ અધ્યાય ""તેથી"" શબ્દથી શરૂ થાય છે. આ તેને પાછલા અધ્યાયમાં જે શીખવે છે તેની સાથે જોડે છે. આ અધ્યાયો કેવી રીતે વહેંચવામાં આવ્યા છે તે વાચકો માટે મૂંઝવણભર્યું હોઈ શકે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચારો

સેવાકાર્ય

પાઉલ લોકોને ખ્રિસ્ત વિશે જણાવીને સેવા આપે છે. તે લોકોને વિશ્વાસમાં લાવવા તેઓ પર યુક્તિ અજમાવતો નથી. કેમ કે જો તેઓ સુવાર્તા સમજી શકતા નથી, તો તે સમસ્યા છેવટે આત્મિક છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/spirit)

આ અધ્યાયમાં મહત્વના રૂઢિપ્રયોગો

પ્રકાશ અને અંધકાર

બાઈબલ ઘણીવાર વાત કરે છે અન્યાયી લોકોની, જેઓ ઈશ્વરને પસંદ બાબતો કરતા નથી, જાણે કે તેઓ અંધકારમાં ફરતા હોય. તે પ્રકાશની વાત કરે છે જાણે કે તે અન્યાયી લોકોને ન્યાયી બનવા, તેઓ જે ખોટું કરી રહ્યા છે તે સમજવા અને ઈશ્વરને આધીન થવાની શરૂઆત કરવા, સક્ષમ કરે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/righteous)

જીવન અને મૃત્યુ

પાઉલ અહીં શારીરિક જીવન અને મૃત્યુનો ઉલ્લેખ કરતો નથી. જીવન એટલે ખિસ્તી વ્યક્તિને ઈસુમાં નવું જીવન. ઈસુમાં વિશ્વાસ કર્યા અગાઉના વ્યક્તિના જૂના જીવનની રીતનું પ્રતિનિધિત્વ મૃત્યું કરે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/life]] અને [[rc:///tw/dict/bible/other/death]] અને rc://*/tw/dict/bible/kt/faith)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

આશા

પાઉલ હેતુપૂર્ણ રીતે પુનરાવર્તિત રચનાનો ઉપયોગ કરે છે. તે નિવેદન આપે છે. પછી તે મોટે ભાગે વિરોધી અથવા વિરોધાભાસી નિવેદનને નકારે છે અથવા અપવાદ આપે છે. આ સાથે મળીને મુશ્કેલ સંજોગોમાં વાચકને આશા આપે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/hope)