gu_tn/1th/front/intro.md

10 KiB

થેસ્સાલોનિકીઓને 1 લા પત્રની પ્રસ્તાવના

ભાગ 1: સામાન્ય પ્રસ્તાવના

થેસ્સાલોનિકીઓને 1 લા પત્રની રૂપરેખા

  1. અભિવાદન (1:1)
  2. થેસ્સાલોનિકીના ખ્રિસ્તીઓ માટે આભારસ્તુતિની પ્રાર્થના (1:2-10)
  3. થેસ્સાલોનિકામાં પાઉલનું સેવાકાર્ય (2:1-16)
  4. તેઓની આત્મિક વૃદ્ધિ માટે પાઉલની ચિંતાઓ
  • માતાની જેમ (2:7)
  • પિતાની જેમ (2:11)
  1. પાઉલ તિમોથીને થેસ્સાલોનિકીઓ પાસે મોકલે છે અને તિમોથી પાઉલને અહેવાલ આપે છે (3:1-13)
  2. વ્યવહારું સૂચનાઓ
  • ઈશ્વરને પ્રસન્ન કરવા જીવવું (4:1-12)
  • જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ અંગે દિલાસો (4:12-18)
  • ખ્રિસ્તનું પાછા આવવું એ ઈશ્વરીય રીતે જીવવાનો હેતુ છે (5:1-11)
  1. અંતમાં આશીર્વાદો, આભાર, અને પ્રાર્થનાઓ (5:12-28)

થેસ્સાલોનિકીઓને 1 લો પત્ર કોણે લખ્યો?

થેસ્સાલોનિકીઓને 1 લો પત્ર પાઉલે લખ્યો. પાઉલ તાર્સસ શહેરનો વતની હતો. તેના અગાઉના જીવનમાં તે શાઉલ તરીકે ઓળખાતો હતો. ખ્રિસ્તી વ્યક્તિ બન્યા પહેલા, પાઉલ ફરોશી હતો. તેણે ખ્રિસ્તીઓની સતાવણી કરી હતી. ખ્રિસ્તી બન્યા બાદ, લોકોને ઈસુ વિશે કહેતા તેણે સમગ્ર રોમન સામ્રાજ્યમાં અનેક વખત મુસાફરી કરી હતી.

પાઉલે આ પત્ર જ્યારે તે કરિંથ શહેરમાં હતો ત્યારે લખ્યો હતો. ઘણા નિષ્ણાતો માને છે કે બાઈબલમાં પાઉલના જેટલા પત્રો છે તે સર્વ પત્રોમાંથી થેસ્સાલોનિકીઓનો 1 લો પત્ર પાઉલે સૌપ્રથમ લખ્યો હતો.

થેસ્સાલોનિકીઓનો 1 લો પત્ર શેના વિશે છે?

પાઉલે આ પત્ર થેસ્સાલોનિકાના શહેરના વિશ્વાસીઓને લખ્યો હતો. તે શહેરના યહૂદીઓએ પાઉલને તે શહેર છોડવા બળજબરી કરી તે બાદ તેણે આ પત્ર લખ્યો. આ પત્રમાં તેણે કહ્યું કે તેને તે શહેર છોડવા કહેવામાં આવ્યું હોવા છતાં તે તેઓ સાથેની તેની મુલાકાતને સફળ ગણે છે.

થેસ્સાલોનિકાના વિશ્વાસીઓ વિશેના તિમોથીના સમાચારનો પાઉલે પ્રતિભાવ આપ્યો. ત્યાંના વિશ્વાસીઓની સતાવણી કરવામાં આવી રહી હતી. તેણે તેઓને એવી રીતે જીવન જીવવા માટે પ્રોત્સાહન આપ્યું કે જે ઈશ્વરને પ્રસન્ન કરે છે. જેઓ ખ્રિસ્તના પાછા આવતા પહેલા મરણ પામે છે તેઓનું શું થાય છે એ સમજાવવા દ્વારા તેણે તેઓને દિલાસો પણ આપ્યો.

આ પુસ્તકના શીર્ષકનું અનુવાદ કેવી રીતે થવું જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેનું પારંપારિક શીર્ષક દ્વારા બોલાવી શકે છે, ""1 થેસ્સાલોનિકીઓ"" અથવા ""પ્રથમ થેસ્સાલોનિકીઓ."" તેઓ તેને બદલે સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે ""થેસ્સાલોનિકીઓની મંડળીને પાઉલનો પ્રથમ પત્ર,"" અથવા ""થેસ્સાલોનિકીઓના ખ્રિસ્તીઓને પહેલો પત્ર."" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

ભાગ 2: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

ઈસુનું ""બીજું આગમન"" શું છે?

પાઉલે આ પત્રમાં ઈસુના પૃથ્વી પર અંતિમ વખત પાછા આવવા વિશે ઘણું લખ્યું છે. જ્યારે ઈસુ પાછા આવશે, ત્યારે તેઓ સમગ્ર માનવજાતનો ન્યાય કરશે. તેઓ સર્વ સૃષ્ટિ પર રાજ પણ કરશે, અને સર્વત્ર શાંતિ થશે.

ખ્રિસ્તના પાછા આવતા પહેલા જેઓ મૃત્યુ પામ્યા હશે તેઓનું શું થશે?

પાઉલે સ્પષ્ટ કરે છે કે જેઓ ખ્રિસ્તના પાછા આવતા પહેલા મૃત્યુ પામ્યા હશે તેઓ ફરીથી જીવન પામશે અને ઈસુ સાથે રહેશે. તેઓ સદાને માટે મૃત રહેશે નહીં. પાઉલે થેસ્સાલોનિકીઓને ઉત્તેજન આપવા માટે આ લખ્યું હતું. કેમ કે તેઓમાંના કેટલાક લોકો ચિંતિત હતા કે જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ ઈસુના પુનરાગમનના મહાન દિવસને ચૂકી જશે.

ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ

""ખ્રિસ્તમાં"" અને ""પ્રભુમાં"" જેવી અભિવ્યક્તિઓ દ્વારા પાઉલનો અર્થ શો છે?

પાઉલનો અર્થ ખ્રિસ્ત તથા વિશ્વાસીઓ સાથે ખૂબ નિકટ જોડાણના વિચારની અભિવ્યક્તિને રજૂ કરવાનો હતો. આ પ્રકારની અભિવ્યક્તિઓ વિશે વધુ માહિતી મેળવવા કૃપા કરીને રોમનોના પત્રની પ્રસ્તાવના જુઓ.

થેસ્સાલોનિકીઓના 1 લા પત્રના લખાણમાં મુખ્ય મુદ્દાઓ કયા છે?

નીચે આપેલ કલમો માટે, આધુનિક આવૃત્તિવાળું બાઈબલ જૂની આવૃત્તિવાળા બાઈબલ કરતાં અલગ છે. યુએલટી લખાણ આધુનિક આવૃત્તિ ધરાવે છે અને જૂની આવૃત્તિના લખાણને પાનાંની નીચે આપેલ ટૂંક નોંધમાં મૂકે છે. જો વાચકોના ભૌગોલીક પ્રદેશમાં બાઈબલનું અનુવાદ સામાન્ય રીતે ઉપલબ્ધ હોય, તો અનુવાદકોએ તે આવૃત્તિઓના લખાણનો ઉપયોગ કરવો જોઈએ. જો નથી, તો અનુવાદકોને આધુનિક લખાણનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવે છે.

  • ""કૃપા અને શાંતિ તમારા પર થાઓ"" (1:1). કેટલીક જૂની આવૃત્તિઓમાં આ પ્રમાણે આપવામાં આવ્યું છે: ""ઈશ્વર આપણાં પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમારા પર કૃપા તથા શાંતિ થાઓ.""
  • ""તેને બદલે, જેમ માતા પોતાના બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે વિનમ્રતાથી વર્ત્યા."" (2:7) બીજી આધુનિક અને જૂની આવૃત્તિઓમાં, ""તેને બદલે, જેમ ધાવ માતા પોતાના બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી મધ્યે બાળકો સમાન હતા.""
  • ""તિમોથી, ઈશ્વરમાં આપણો ભાઈ અને સાથી કામદાર"" (3:2). કેટલીક અન્ય આવૃત્તિ આ પ્રમાણે જણાવે છે: ""તિમોથી, આપણો ભાઈ અને ઈશ્વરનો સેવક.""

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)