gu_tn/1pe/01/intro.md

3.0 KiB

1 પિતર 01 સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

પિતર આ પત્રનો ઔપચારિક પરિચય કલમ 1-2 માં આપે છે. પ્રાચીન પૂર્વના નજીકના દેશોમાં લેખકો ઘણીવાર આ રીતે પત્રોની શરુઆત કરતા હતા. અમુક અનુવાદો કવિતાની દરેક પંક્તિને જમણી બાજુમાં ગોઠવે છે અને તેથી આગળનું લખાણ સરળતાથી વાંચી શકાય. 1: 24-25 જૂના કરારમાંથી ટાંકેલ કવિતા છે તેની સાથે યુએલટી આમ જ કરે છે.

આ અધ્યાયના વિશેષ ખ્યાલો

ઈશ્વર શું પ્રગટ કરે છે

જ્યારે ઇસુનું આગમન થશે ત્યારે દરેકજણ જોશેકે ઇસુમાં વિશ્વાસ કરનારા ઇશ્વરના લોકો કેવા સારા છે. પછીથી ઈશ્વરના લોકો જોશે કે ઈશ્વર તેમના પર કેટલા કૃપાળુ છે અને ત્યારે સર્વ લોકો ઈશ્વર અને તેના લોકોના વખાણ કરશે.

પવિત્રતા

ઈશ્વર ઇચ્છે છે કે તેમના લોકોને પવિત્ર હોય કારણ કે ઈશ્વર પવિત્ર છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/holy)

અનંતકાળ

પિતર ખ્રિસ્તીઓને અનંતકાળ ટકનારી બાબતો માટે જીવવા કહે છે અને જગતની નાશવંત બાબતો માટે નહીં કે જેનો અંત આવનાર છે(જુઓ: rc://*/tw/dict/bible/kt/eternity)

આ અધ્યાયમાં અનુવાદમાં આવતી અન્ય શક્ય અડચણો

વિરોધાભાસ

વિરોધાભાસ એ સાચું કથન છે જે અશક્ય બાબતનું વર્ણન કરે છે. પિતર લખે છે કે તેના વાંચકો એકજ સમયે ખુશ અને ઉદાસ પણ છે ([1 પિતર 1:6] (./06.md)). તે આમ કહી શકે છે કારણકે તેઓ સતાવણી સહન કરી રહ્યા છે તેથી દુ:ખી છે , પણ તેઓ જાણે છે કે અંતના સમયમાં ઈશ્વર તેઓનો બચાવ કરવાના છે તેથી તેઓ આનંદિત છે"" ([1 પિતર 1:5] (./05.md))