gu_tn/1jn/03/intro.md

2.4 KiB

૧ યોહાન ૦૩ સામાન્ય નોંધ

આ અધ્યાયમાં વિશેષ વિચાર

ઈશ્વરના બાળકો

ઈશ્વરે સર્વને ઉત્પન્ન કર્યા છે પણ લોકો ત્યારે જ ઈશ્વરના બાળકો બની શકે છે જ્યારે તેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/believe)

કાઇન

કાઇન પ્રથમ માણસ આદમનો અને પ્રથમ સ્ત્રી હવાનો પુત્ર હતો. તેને તેના ભાઈ પર ઈર્ષા આવી અને તેણે તેનું ખૂન કર્યું. જો વાચકોએ ઉત્પતિનું પુસ્તક વાંચ્યું નહીં હોય તો કાઇન કોણ છે તેની તેમને ખબર પડશે નહીં. જો તમે તેમને સમજવશો તો તેમને મદદ મળશે.

આ અધ્યાયના અન્ય અનુવાદ સબંધી મુશ્કેલીઓ

”જાણવા માટે”

ક્રિયાપદ “જાણવું” એ બે રીતે આ અધ્યાયમાં વપરાયો છે. ઘણી વખત વાસ્તવિક્તા જાણવા માટે વપરાય છે જેમ કે ૩:૨, ૩:૫ અને ૩:૧૯. ઘણી વખત કોઈને અથવા કોઈ વસ્તુને પારખવા અને સમજવા માટે વપરાયો છે જેમ કે, ૩:૧, ૩:૬, ૩:૧૬ અને ૩:૨૦. અન્ય ભાષાઓમાં આ શબ્દનો અર્થ અલગ હોય શકે છે.

“જે ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે તે તેમનામાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે.”

ઘણા વિધ્ધવાનો એવું માને છે કે, ઉપરોક્ત બાબત ઈશ્વરની ઇચ્છામાં રહેવા વિશે છે અને ઉદ્ધાર પામવા વિશે નથી. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/eternity]]અને [[rc:///tw/dict/bible/kt/save]])