gu_tn/1jn/02/intro.md

2.9 KiB

૧ યોહાન સામાન્ય નોંધ

આ અધ્યાયના વિશેષ વિચારો

ખ્રિસ્તવિરોધી

આ અધ્યાયમાં યોહાન એક ખાસ ખ્રિસ્તવિરોધી અને ઘણા ખ્રિસ્તવિરોધીઓ વિષે લખે છે. “ખ્રિસ્તવિરોધી” એટલે “ખ્રિસ્તનો વિરોધ કરનાર.” ખ્રિસ્ત વિરોધી એવી વ્યક્તિ છે કે જે છેલ્લા દિવસોમાં આવશે અને ખ્રિસ્તના કાર્યનું અનુકરણ કરશે, પણ તે દુષ્ટ કૃત્યો માટે કરશે. આ વ્યક્તિ આવે તે પહેલા ઘણા બધા લોકો ખ્રિસ્ત વિરોધી કાર્યો કરશે; તેઓ પણ “ખ્રિસ્તવિરોધીઓ” કહેવાશે.” (જુઓ: [[rc:///tw/dict/bible/kt/antichrist]] અને [[rc:///tw/dict/bible/kt/lastday]] અને rc://*/tw/dict/bible/kt/evil)

આ અધ્યાયમાં મહત્વની વાક્ય રચના

રૂપક

ઘણાં બધા એવા સમાન રૂપકોના જૂથો છે જેઓને સમગ્ર અધ્યાય દરમિયાન દર્શાવાયા છે.

ઈશ્વરની સાથે સંગતનું રૂપક ઈશ્વરમાં રહેવું છે અને લોકો ઈશ્વરના વચનોને જાણે છે અને પાળે છે તેનું રૂપક છે, ઈશ્વરના વચન અને સત્ય લોકોમાં રહે છે.

વર્તનનું રૂપક છે ચાલવું, વ્યક્તિ ક્યાં જાય છે તે એ જાણતો નથી તે વ્યક્તિએ કેવી રીતે વર્તવું તેની તેને જાણ ના હોવાનું રૂપક છે અને ઠોકર ખાવી એ પાપ કરવાનું રૂપક છે.

સારું શું છે તે જાણવું અને કરવું તેનું રૂપક અજવાળું છે, અંધકાર અને અંધપણાનો અર્થાલંકારનો અર્થ એ થાય છે કે વ્યક્તિને કે સારું શું છે તેની જાણ નથી અને તે ખોટું કરે છે.

જે સત્ય નથી તે લોકોને શીખવવાનું રૂપક છે, લોકોને અવળે માર્ગે દોરવા. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)