gu_tn/1co/09/intro.md

3.3 KiB

1 કરિંથીઓનો પત્ર 09 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં પાઉલ પોતાનો બચાવ કરે છે. કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે તે મંડળીમાંથી આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

મંડળીમાંથી પૈસા કમાવવા

લોકોએ પાઉલ ઉપર મંડળી પાસેથી પૈસા માંગતા હોવાનો આરોપ લગાવ્યો. પાઉલે જવાબ આપ્યો કે તે વાજબી રીતે મંડળીમાંથી પૈસા મેળવી શકે છે. જૂના કરારમાં શિક્ષણ આપવામાં આવ્યું હતું કે જેમણે કામ કર્યું છે તેઓએ તેમના કામમાંથી તેમનું જીવનનિર્વાહ મેળવવું જોઈએ. તેણે અને બાર્નાબાસે હેતુપૂર્વક ક્યારેય આ હકનો ઉપયોગ કર્યો નહિ અને તેમણે પોતાનું ગુજરાન ચલાવ્યું.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપક

પાઉલ આ અધ્યાયમાં ઘણા રૂપકોનો ઉપયોગ કરે છે. આ રૂપકો જટિલ સત્યોનું શિક્ષણ આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

સંદર્ભપૂર્ણ

આ શાસ્ત્રપાઠ મહત્વપૂર્ણ છે કારણ કે પાઉલ વિવિધ શ્રોતાઓને સુવાર્તાને ""સંદર્ભિત” કરે છે. આનો અર્થ એ છે કે પાઉલ પોતાને અને સુવાર્તાને સમજી શકાય તેવું બનાવે છે અને સુવાર્તા પ્રાપ્ત કરવામાં તેના કાર્યોના અવરોધ સિવાય. જો શક્ય હોય તો આ ""સંદર્ભપૂર્ણ"" ના પાસાઓને સાચવવા માટે અનુવાદકે વધારાની કાળજી લેવી જોઈએ. (જુઓ: rc://*/tw/dict/bible/kt/goodnews)

અલંકારિક પ્રશ્નો

પાઉલે અધ્યાયમાં ઘણા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કર્યો છે. તે કરિંથીઓને શિક્ષણ આપે છે તેમ વિવિધ મુદ્દાઓ પર ભાર મૂકવા માટે તેનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/ figs-rquestion)