2.7 KiB
2.7 KiB
લાયક બનવું, લાયક બનાવેલ, અયોગ્ય ઠરેલું
વ્યાખ્યા:
“લાયક થવું” શબ્દ ખાસ લાભ પ્રાપ્ત કરવાનો હક મેળવવો અથવા તો ખાસ કૌશલ્યો ધરાવવા માટે જાણીતા થવાનો ઉલ્લેખ કરે છે.
- એક વ્યક્તિ જેણે કોઈ ખાસ કાર્ય માટે “લાયકાત મેળવેલ” છે તેની પાસે તે કાર્ય કરવા જરૂરી કૌશલ્યો અને તાલીમ છે.
- પાઉલ પ્રેરિતે તેના ક્લોસ્સીઓની મંડળીને લખેલા પત્રમાં લખ્યું કે ઈશ્વર પિતાએ વિશ્વાસીઓને પોતાના પ્રકાશના રાજ્યમાં ભાગીદાર થવા “લાયક બનાવ્યા” છે. તેનો અર્થ એ થાય છે કે ઈશ્વરે તેઓને ઈશ્વર પારાયણ જીવનો જીવવા જરૂરી બધી જ બાબતો આપી છે.
- વિશ્વાસી મનુષ્ય ઈશ્વરના રાજ્યનો ભાગીદાર બનવાનો હક કમાઈ શકતો નથી. ઈશ્વરે તેને ખ્રિસ્તના રક્ત દ્વારા છોડાવ્યો છે તે કારણે તેને ફક્ત લાયક બનાવવામાં આવે છે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભ અનુસાર, “લાયક બનાવેલ” નો અનુવાદ “તૈયાર કરેલ” અથવા તો “કૌશલ્ય સજ્જ” અથવા તો “સક્ષમ બનાવેલ” તરીકે કરી શકાય.
- કોઈને “લાયક બનાવવા” નો અર્થ તેને “તૈયાર કરવો” અથવા તો “સક્ષમ કરવો” અથવા તો “સશક્ત કરવો” તરીકે કરી શકાય.
(આ જૂઓ: ક્લોસ્સે, ઈશ્વરપરાયણ, રાજ્ય, પ્રકાશ, પાઉલ, છોડવવું)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H3581