2.7 KiB
2.7 KiB
બીબું, બીબાં, ઢાળ્યું, ઢાળવું, ઢાળનાર
વ્યાખ્યા:
બીબું એ લાકડાનું, ધાતુનું કે માટીનું અંદરથી પોલું એવું સાધન છે કે જેનો ઉપયોગ સોનાની, ચાંદીની કે બીજી સામગ્રીની વસ્તુઓ ઢાળવા કરવામાં આવે છે, એવી સામગ્રી કે જેને નરમ બનાવી શકાય અને પછી બીબાંમાં ઢાળી શકાય.
- બીબાંઓનો ઉપયોગ ઘરેણાં, થાળીઓ અને જમવા માટેના બીજા વાસણો વગેરે બનાવવા કરવામાં આવતો હતો.
- બાઇબલમાં, બીબાંનો ઉલ્લેખ મુખ્યત્વે મૂર્તિઓ તરીકે વાપરવાના પૂતળા ઢાળવાના સંબંધમાં કરવામાં આવ્યો છે.
- ધાતુઓને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવી પડે છે કે જેથી તેઓને બીબાંમાં રેડી શકાય.
- વસ્તુને ઢાળવાનો અર્થ બીબાંના ઉપયોગ દ્વારા કે હાથથી વસ્તુને ખાસ આકાર કે સમાનતામાં બનાવવી એવો થાય છે.
અનુવાદ માટેના સૂચનો:
- આ શબ્દનો અનુવાદ “બનાવવું” અથવા તો “આકાર આપવો” અથવા તો “રચવું” તરીકે પણ કરી શકાય.
- “ઢાળ્યું” શબ્દનો અનુવાદ “આકાર આપ્યો” અથવા તો “બનાવ્યું” તરીકે કરી શકાય.
- ઢાળેલી વસ્તુનો અનુવાદ એક શબ્દ કે શબ્દસમૂહ દ્વારા થઈ શકે કે જેનો અર્થ “આકાર આપેલું વાસણ” અથવા તો “ઘાટ આપેલ થાળી” થાય છે.
(આ પણ જૂઓ: જૂઠા દેવો, સોનું, જૂઠા દેવો, ચાંદી)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H4541, H4165, G4110, G4111