3.9 KiB
3.9 KiB
#કરૂબ, કરૂબો #
વ્યાખ્યા:
“કરૂબ” અને તેનું બહુવચનનું રૂપ “કરૂબો” શબ્દ કે જે દેવે બનાવેલા વિશેષ પ્રકારના દિવ્ય અસ્તિત્વ ધરાવનાર (દૂત જેવા) દર્શાવે છે.
બાઈબલ વર્ણવે છે કે કરૂબોને પાંખો અને અગ્નિ હોય છે.
- કરૂબો દેવનો મહિમા અને સામર્થ્ય પ્રદર્શિત કરે છે અને પવિત્ર વસ્તુઓનું રક્ષણ કરે છે.
- આદમ અને હવા એ પાપ કર્યા પછી, દેવે કરૂબો સાથે અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વગમ મૂકી જેથી કરીને લોકો જીવનના વૃક્ષને મેળવી શકે નહીં.
- દેવે ઈઝરાએલીઓને, કરારકોશના દયાસન પર સામસામે બે કરૂબો, તેઓની પાંખો એકબીજાને ફેલાવીને કોતરવાનો આદેશ આપ્યો.
- તેણે તેઓને મુલાકાત મંડપના પડદાઓમાં પણ કરૂબોના ચિત્રો વણવા કહ્યું.
- કેટલાક શાસ્ત્રભાગમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે તે રીતે આ પ્રાણીઓને ચાર મુખો હોય છે: મનુષ્ય, સિંહ, બળદ, અને ગરૂડ.
- ક્યારેક કરૂબોની દૂતો તરીકે કલ્પના કરવામાં આવી છે, પણ બાઈબલ સ્પષ્ટ રીતે તે કહેતું નથી.
##ભાષાંતર માટેના સૂચનો: ##
- “કરૂબો” શબ્દનું ભાષાંતર, “પાંખોવાળા પ્રાણીઓ” અથવા પાંખોવાળા રક્ષકો” અથવા “પાંખોવાળા આત્મિક રક્ષકો” અથવા “પવિત્ર,પાંખો વાળા રક્ષકો” તરીકે કરી શકાય.
- કરૂબોનું એકવચન તરીકે ભાષાંતર “કરૂબ” થવું જોઈએ, ઉદાહરણ તરીકે , “પાંખોવાળું પ્રાણી” અથવા “પાંખ વાળું આત્મિક રક્ષક.”
- “દૂત” શબ્દના ભાષાંતરથી આ શબ્દનું ભાષાંતર અલગ થાય તેનું ધ્યાન રાખો. બાઈબલ ભાષાંતરમાં, આ શબ્દનું ભાષાંતર જયારે સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં કરવામાં કે લખવામાં આવે ત્યારે તેનું ધ્યાન લેશો.
(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું
(આ પણ જુઓ: દૂત)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H3742, G5502