3.4 KiB
3.4 KiB
વેશ્યા, વેશ્યાવૃત્તિ કરી, વેશ્યાઓ, ગણિકા, વેશ્યાવૃત્તિ કરી
વ્યાખ્યા:
“વેશ્યા” અને “ગણિકા” બંને શબ્દો પૈસા માટે કે ધાર્મિક ક્રિયાકાંડો માટે જાતીય વ્યવહાર કરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વેશ્યાઓ તથા ગણિકાઓ સામાન્ય રીતે સ્ત્રીઓ હતી, પણ કેટલાક પુરુષો પણ હતા.
- બાઇબલમાં, “વેશ્યા” શબ્દ જૂઠા દેવની પૂજા કરનાર કે જાદુક્રિયા આચરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરવા કેટલીક વાર પ્રતિકાત્મક રીતે વપરાયો છે.
- “વેશ્યાવૃત્તિ કરવી” અભિવ્યક્તિનો અર્થ જાતીય રીતે અનૈતિક બની ગણિકા જેવો વ્યવહાર કરવો એવો થાય છે. બાઇબલમાં આ અભિવ્યક્તિનો ઉપયોગ મૂર્તિઓની પૂજા કરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરવા પણ થયો છે.
- કોઈ બાબત સાથે “જાતે વેશ્યાવૃત્તિ કરવી” નો અર્થ જાતીય રીતે અનૈતિક હોવું અથવા પ્રતિકાત્મક રીતે વપરાય તો જૂઠા દેવોની પૂજા કરવા દ્વારા ઈશ્વરને અવિશ્વાસુ હોવું તેવો થાય છે.
- પ્રાચીન સમયોમાં, કેટલાક અધર્મી મંદિરો પોતાના ક્રિયાકાંડોના ભાગરૂપે પુરુષ અને સ્ત્રી વેશ્યાઓનો ઉપયોગ કરતા હતા.
- આ શબ્દનો અનુવાદ જે ભાષામાં બાઇબલનો અનુવાદ કરવામાં આવે છે તે ભાષામાં વપરાતા શબ્દ કે શબ્દસમૂહ દ્વારા કરી શકાય કે જે વેશ્યાનો ઉલ્લેખ કરતો હોય. કેટલીક ભાષાઓમાં આને માટે વપરાતો સૌમ્યોક્તિ શબ્દ હોય શકે.
(આ જૂઓ: સૌમ્યોક્તિ
(આ જૂઓ: વ્યભિચાર, જૂઠો દેવ, જાતીય અનૈતિક્તા, જૂઠો દેવ)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H2154, H2181, H2183, H2185, H6945, H6948, H8457, G4204