2.7 KiB
2.7 KiB
#પેયાર્પણો #
વ્યાખ્યા:
પેયાર્પણ એ દેવને ચઢાવવા આવતું બલિદાન હતું કે જેમાં વેદી ઉપર દ્રાક્ષારસ રેડવામાં આવે છે. તે મોટેભાગે દહનાર્પણ અને ખાદ્યાર્પણની સાથે ચઢાવવામાં આવતું હતું.
- પાઉલ તેના જીવનને પેયાર્પણની જેમ રેડી દેવામાં આવેલું હોય તેમ દર્શાવે છે. તેનો અર્થ એ કે તેને (પાઉલને) ખબર હતી કે તેને દુઃખ સહન કરવું પડશે અને તે કારણે મરવું પડશે, છતાં પણ તે દેવની સેવા અને લોકોને ઈસુ વિશે કહેવા સંપૂર્ણપણે સમર્પિત હતો.
- ઈસુનું વધસ્તંભ પરનું મરણ એ અંતિમ પેયાર્પણ હતું, આપણા પાપોને માટે તેનું લોહી વધસ્તંભ ઉપર રેડવામાં આવ્યું હતું
ભાષાંતરના સૂચનો:
- આ શબ્દનું બીજી રીતે ભાષાંતર, “દ્રાક્ષારસનું અર્પણ” કરી શકાય. જયારે પાઉલ કહે છે કે તે “અર્પણ તરીકે રેડાઈ ગયો છે” તેનું ભાષાંતર, “જેવી રીતે વેદી ઉપર અર્પણ તરીકે સંપૂર્ણપણે દ્રાક્ષારસ રેડવામાં આવે છે, તેવી રીતે હું સંપૂર્ણપણે લોકોને દેવના સંદેશનું શિક્ષણ આપવામાં સમર્પિત થઈ ગયો છું” આ રીતે પણ (તેનું ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: દહનાર્પણ, ખાદ્યાર્પણ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H5257, H5261, H5262