2.5 KiB
2.5 KiB
પિત્તળ
વ્યાખ્યા:
“પિત્તળ” શબ્દ, એક પ્રકારનું ધાતુ દર્શાવે છે કે જે તાંબુ અને કલાઈ ધાતુઓને એક સાથે ઓગાળીને બનાવવામાં આવે છે. તેને ઘેરો બદામી, સહેજ લાલ રંગ હોય છે.
-
પિત્તળ પાણીના ખવાણને અટકાવે છે અને ઉષ્માને સારી રીતે વાહક (લઈ જાય છે) કરી શકે છે.
-
પ્રાચીન સમયોમાં, પિત્તળનો ઉપયોગ બીજી વસ્તુઓની સાથે, સાધનો, હથિયારો, કલાકારી, વેદીઓ, રાંધવાના ઘડાઓ અને સૈનિકોના શસ્ત્રો તરીકે થતો હતો.
-
મંદિર અને મુલાકાત મંડપ બાંધવા માટેની ઘણી સામગ્રીઓ પિત્તળમાંથી બનાવેલી હતી.
-
જુઠા દેવોની મૂર્તિઓ પણ મોટેભાગે પિત્તળના ધાતુમાંથી બનાવવામાં આવતી હતી.
-
પ્રથમ પિત્તળની વસ્તુઓને પ્રવાહીમાં ઓગાળીને પછી તેને બીબામાં તે રેડીને બનાવવામાં આવતી હતી. આ પ્રક્રિયાને “ઢાળણી” કહેવામાં આવતી હતી.
(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું
(આ પણ જુઓ: હથિયારો, મુલાકાત મંડપ, મંદિર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H5153, H5154, H5174, H5178, G5470, G5474, G5475