2.9 KiB
2.9 KiB
#ભૂંસી નાખવું, ભૂંસી નાખે છે, ભૂંસી નાખેલું, સાફ કરવું, સાફ કરી દે છે, સાફ કરી દીધેલું #
વ્યાખ્યા:
- "ભૂંસી નાખવું" અને "સાફ કરી દેવું" એ શબ્દોની અભિવ્યક્તિઓનો અર્થ, કોઈકનો અથવા કોઈ બાબતનો સંપૂર્ણતા નાશ કરવો અથવા કાઢી નાખવું, એમ થઇ શકે છે.
- આ અભિવ્યક્તિયોનો ઉપયોગ હકારાત્મક રીતે પણ થઈ શકે છે, જે રીતે પ્રભુ પાપોને માફ કરીને "ભૂંસી નાખે છે" અને તેને નહીં યાદ કરવા નક્કી કરે છે.
- તેનો ઘણીવાર નકારાત્મક રીતે પણ ઉપયોગ થાય છે, જેમકે જયારે દેવ લોકોને તેમના પાપોને લીધે તેમનો નાશ કરીને તેઓને "ભૂંસી નાખે છે" અથવા "સાફ કરી નાખે છે.”
- બાઈબલમાં જ્યારે કોઈ વ્યક્તિનું નામ જીવનના પુસ્તકમાંથી "ભૂંસી નાખવામાં આવે છે" અથવા "સાફ કરી દેવામાં આવે છે," એનો અર્થ એમ થાય છે કે તે વ્યક્તિને અનંતજીવન પ્રાપ્ત નહીં થાય.
ભાષાંતરના સુચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, આ અભિવ્યક્તિયોનું ભાષાંતર, "મુક્ત કરવું" તથા "કાઢી નાખવું" અથવા "સંપૂર્ણ રીતે નાશ કરવો" અથવા "સંપૂર્ણ રીતે કાઢી નાખવું" પણ થઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિનું નામ જીવનના પુસ્તકમાંથી ભૂંસી નાખવું જેનું ભાષાંતર, “કાઢી નાખવું” અથવા “લૂછી નાખવું” એમ થઇ શકે છે.
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H3971, H4229, G631, G1591, G1813