translationCore-Create-BCS_.../bible/kt/unleavenedbread.md

3.4 KiB

બેખમીર રોટલી

વ્યાખ્યા:

"બેખમીર રોટલી" શબ્દ એ રોટલીનો ઉલ્લેખ કરે છે, જે ખમીર અથવા અન્ય ધમણ વિના બનાવવામાં આવે છે. આ પ્રકારની રોટલી સપાટ છે કારણ કે તેમાં વધારો કરવા માટે કોઈ ખમીર નથી.

  • જ્યારે ઈશ્વરે ઈસ્રાએલીઓને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા ત્યારે, તેમણે તેઓને કહ્યું કે, રોટલી બનવાની રાહ જોયા વિના તરત જ તેઓ મિસરથી ભાગી જજો. તેથી તેઓએ તેમના ભોજન સાથે બેખમીર રોટલી ખાધી. ત્યારથી બેખમીર રોટલી તેમને તે સમયે યાદ કરાવવા માટે તેમના વાર્ષિક પાસ્ખાપર્વની ઉજવણીમાં વપરાય છે.
  • ત્યારથી ક્યારેક ખમીર પાપના એક ચિત્ર તરીકે વપરાય છે, "બેખમીર રોટલી" એક વ્યક્તિના જીવનમાંથી પાપ દૂર થયેલ હોય જે ઈશ્વરને સન્માન આપતી રીતે જીવતી હોય તેને રજૂ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • આ શબ્દને અનુવાદિત કરવાની અન્ય રીતોમાં " આથા વગરની રોટલી" અથવા "સપાટ રોટલી જે ફૂલતી ન હતી " નો સમાવેશ થઈ શકે છે.
  • ખાતરી કરો કે આ શબ્દનો અનુવાદ તમે કેવી રીતે " આથો, ખમીર" શબ્દનો અનુવાદ કરો છો તેની સાથે સુસંગત છે.
  • કેટલાક સંદર્ભોમાં, આ શબ્દ "બેખમીર રોટલી" "બેખમીર રોટલીનું પર્વ" નો ઉલ્લેખ કર્યો છે અને તે રીતે ભાષાંતર કરી શકાય.

(આ પણ જુઓ: રોટલી, ઇજિપ્ત, ઉત્સવ, પાસ્ખાપર્વ, નોકર, પાપ, આથો)

બાઇબલ સંદર્ભો##

શબ્દ માહિતી:

  • Strong's: H4682, G106