2.3 KiB
2.3 KiB
સંત, સંતો
વ્યાખ્યા:
"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.
- મંડળીના ઇતિહાસમાં પાછળથી, પોતાના સારા કાર્યો માટે જાણીતા વ્યક્તિને “સંત” શિર્ષક આપવામાં આવ્યું હતું, પરંતુ નવા કરારના સમય દરમિયાન આ શબ્દનો ઉપયોગ આ પ્રમાણે થતો ન હતો..
- ઈસુમાં વિશ્વાસ કરનારાઓ સંતો કે પવિત્ર વ્યક્તિઓ છે, તેઓએ જે કર્યું તેને કારણે નહિ, પરંતુ તેને બદલે ઈસુ ખ્રિસ્તના બચાવ કાર્યમાં તેઓના વિશ્વાસને કારણે. તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.
અનુવાદ માટેના સૂચનો:
- “સંતો”નું અનુવાદ કરવાની રીતોમાં “પવિત્ર વ્યક્તિઓ” અથવા “પવિત્ર લોકો” અથવા “ઈસુમાં પવિત્ર વિશ્વાસીઓ” અથવા “અલગ કરાયેલાઓ” નો સમાવેશ થઇ શકે છે.
- કાળજી રાખો એવાં શબ્દનો ઉપયોગ ન કરવાં માટે જે માત્ર એક જ ખ્રિસ્તી જૂથના લોકોનો ઉલ્લેખ કરતો હોય .
(આ પણ જુઓ: પવિત્ર)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H2623, H6918, H6922, G40