translationCore-Create-BCS_.../bible/kt/imageofgod.md

3.7 KiB

દેવની પ્રતિમા, સ્વરૂપ

વ્યાખ્યા:

“પ્રતિમા” શબ્દ દર્શાવે છે કે કંઈક જે બીજાના જેવું જ દેખાય છે અથવા કે જે જેનામાં બીજાના જેવું ચરિત્ર અથવા ગુણ દેખાય. સંદર્ભ પર આધાર રાખીને, “દેવની પ્રતિમા” શબ્દસમૂહને વિવિધ રીતે વાપરવામાં આવ્યો છે.

  • શરૂઆતના સમયમાં, દેવે “પોતાના સ્વરૂપ પ્રમાણે” માનવ જાતને ઉત્પન્ન કર્યું, જેનામાં “તેના જેવી સમાનતા” હતી. તેનો અર્થ કે લોકોમાં ચોક્કસ પ્રકારની લાક્ષણિકતા રહેલી છે જે દેવની પ્રતિમાનું પ્રતિબિંબ પાડે છે, જેવા કે લાગણીનો અનુભવ કરવાની શક્તિ, તર્ક શક્તિ અને વાતચીત કરવાની ક્ષમતા, અને આત્મા કે જે (આપણામાં) સદાકાળ જીવે છે.
  • બાઈબલ શીખવે છે કે ઈસુ, દેવનો દીકરો, જે “દેવની પ્રતિમા છે”, (અને) તે પોતે દેવ છે. ઈસુને બીજા મનુષ્યની જેમ બનાવવામાં આવ્યો નહોતો. અનંતકાળથી દેવ પુત્રની પાસે બધાજ દૈવી લક્ષણો છે કારણકે તેની પાસે ઈશ્વર પિતાની જેમ એ જ પ્રકારના ગુણો રહેલા છે.

ભાષાંતરના સૂચનો:

  • “દેવની પ્રતિમા” તરીકે જયારે ઈસુને દર્શાવવા આવે છે ત્યારે તેનું ભાષાંતર, “દેવના સમાન સ્વરૂપમાં” અથવા “દેવની જેમ જ” કરી શકાય છે.
  • જયારે માણસ જાતને દર્શાવવામાં આવે છે, ત્યારે “દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે તેઓને બનાવ્યા” તેનું ભાષાંતર, શબ્દસમૂહ સાથે કરવામાં આવે તો તેનો અર્થ, “દેવે તેઓને તેના જેવા થવા માટે ઉત્પન્ન કર્યા” અથવા “દેવે તેઓને તેના પોતાના જેવા લક્ષણો સાથે ઉત્પન્ન કર્યા.”

(આ પણ જુઓ: પ્રતિમા, દેવનો દીકરો, દેવનો પુત્ર )

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H4541, H1544, H2553, H6456, H6459, H6754, H6816, H8403, G504, G179