4.4 KiB
4.4 KiB
નર્ક, અગ્નિની ખાઈ
વ્યાખ્યા:
નર્ક એ દુઃખ અને પીડાનું અંતિમ શાશ્વત સ્થળ છે જ્યાં દેવ દરેક કે જેઓ તેની વિરુદ્ધ બળવો કરે છે અને ઈસુના બલિદાન દ્વારા તેઓને બચાવવાની તેની યોજનાને નકારે છે, તેઓને સજા કરશે. તેને “અગ્નિની ખાઈ” તરીકે પણ દર્શાવવામાં આવી છે.
- નર્કને અગ્નિના સ્થળ અને ગંભીર યાતનાની જગ્યા તરીકે વર્ણવામાં આવ્યું છે.
- શેતાન અને દુષ્ટ આત્માઓ કે જે તેને અનુસરે છે તેઓને અનંતકાળની સજા માટે નર્કમાં નાખવામાં આવશે.
- લોકો કે જેઓ તેઓના પાપ માટેના ઈસુના બલિદાનમાં વિશ્વાસ કરતા નથી અને તે તેઓને બચાવશે તેવો વિશ્વાસ તેનામાં રાખતા નથી, તેઓને નર્કમાં સદાકાળની સજા થશે.
ભાષાંતરના સૂચનો:
- આ શબ્દ અલગ સંદર્ભોમાં જુદી રીતે આવતો હોય છે, તેથી તેનું ભાષાંતર અલગ રીતે થવું જોઈએ.
- કેટલીક ભાષાઓ “અગ્નિની ખાઈ (તળાવ)” શબ્દસમૂહમાં “તળાવ” શબ્દનો ઉપયોગ કરી શકતા કરતા નથી કારણકે તે પાણીને દર્શાવે છે.
- “નર્ક” શબ્દનું ભાષાંતર, “દુઃખનું સ્થળ” અથવા “દુઃખ અને અંધકારનું અંતિમ સ્થળ” તરીકે કરી શકાય છે.
- “અગ્નિની ખાઈ” શબ્દનું ભાષાંતર, “અગ્નિનો સમુદ્ધ” અથવા “(દુઃખનો) વિશાળ અગ્નિ” અથવા “અગ્નિનું ક્ષેત્ર” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: સ્વર્ગ, મરણ, હાદેસ, પાતાળ)
બાઈબલની કલમો:
- યાકૂબ 3:5-6
- લૂક 12:4-5
- માર્ક 9:42-44
- માથ્થી 5:21-22
- માથ્થી 5:29-30
- માથ્થી 10:28-31
- માથ્થી 23:32-33
- માથ્થી 25:41-43
- પ્રકટીકરણ 20:13-15
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 50:14 તે (દેવ) તેઓને નર્ક માં ફેંકી દેશે, જ્યાં તેઓને હંમેશા વેદનામાં રડવું અને દાંત પીસવું થશે. અગ્નિ કે જે કદી હોલવાશે નહિ પણ સતત તે તેઓને બાળશે, અને કીડાઓ તેઓને ખાવાનું કદી બંધ કરશે નહીં.
- 50:15 તે શેતાનને નર્ક માં નાંખી દેશે, ત્યાં તે તથા તેની સાથે જેઓ દેવને આધીન થવાને બદલે શેતાનને અનુસરવાનું પસંદ કર્યું તેઓ સદાકાળ માટે બળશે.
શબ્દ માહિતી:
- Strong's: H7585, G86, G439, G440, G1067, G3041, G4442, G4443, G4447, G4448, G5020, G5394, G5457