5.9 KiB
5.9 KiB
રક્ત
વ્યાખ્યા:
“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.
- રક્ત જીવનનું પ્રતિક છે અને જયારે તે વહેવડાવવા અથવા બહાર રેડવામાં આવે છે ત્યારે તે જીવન ગુમાવવાનું અથવા મરણનું પ્રતિક છે.
- જયારે લોકો દેવને બલિદાનો કરે છે, તેઓ પ્રાણીને મારી નાખે છે અને તેનું રક્ત વેદી ઉપર રેડે છે. આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.
- ઇસુના વધસ્તંભ ઉપરના મૃત્યુ દ્વારા, તેમણે પોતાના રક્તના પ્રતિક દ્વારા લોકોને તેઓના પાપોથી શુધ્ધ કરે છે અને જે પાપોની શિક્ષા માટે તેઓ લાયક હતા તેની તેમણે ચુકવણી કરી છે.
- “માંસ અને રક્ત” અભિવ્યક્તિ માનવજાતને દર્શાવે છે.
- “પોતાનુ માંસ અને રક્ત” અભિવ્યક્તિ લોકો કે જેઓ જૈવિક રીતે જોડાયેલા છે તેઓને દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- લક્ષ્ય ભાષામાં આ શબ્દનું ભાષાંતર જે શબ્દ રક્ત માટે વપરાય છે તેના માટે થવું જોઈએ.
- “માંસ અને રક્ત” અભિવ્યક્તિનું ભાષાંતર “લોકો” અથવા “મનુષ્ય જાત” તરીકે કરી શકાય. સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.
- જો લક્ષ્ય ભાષામાં આ અભિવ્યક્તિ આવેલી છે તો તે અભિવ્યક્તિનું ભાષાંતર “માંસ અને રક્ત” કરી શકાય છે.
(આ પણ જુઓ: માંસ)
બાઈબલની કલમો:
- 1 યોહાન 1:5-7
- 1 શમુએલ 14:31-32
- પ્રેરિતો 2:20-21
- પ્રેરિતો 5:26-28
- કલોસ્સી 1:18-20
- ગલાતી 1:15-17
- ઉત્પત્તિ 4:10-12
- ગીતશાસ્ત્ર 16:4
- ગીતશાસ્ત્ર 105:28-30
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 8:3 યુસુફના ભાઈઓએ ઘરે પાછા ફરતા પહેલા, તેઓએ યુસુફનો ઝભ્ભો ફાડયો અને તે બકરાના રક્તમાં બોળ્યો.
- 10:3 દેવે નાઈલ નદીનું પાણી રક્તમાં ફેરવી નાંખ્યું, પણ ફારુને ઈઝરાએલીઓને જવા દીધા નહીં.
- 11:5 ઈઝરાએલીઓના બધાજ ઘરોના બારણાની ચોફેર રક્ત લગાવ્યું હતું, જેથી દેવ તે ઘરો આગળથી પસાર થઇ ગયો અને અંદર બધા જ સલામત રહ્યા. તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.
- 13:9 પ્રાણીના બલિદાનનું રક્ત કે જે વ્યક્તિના પાપને ઢાંકતુ હતું તે વ્યક્તિને દેવની નજરમાં શુધ્ધ કરે છે.
- 38:5 પછી ઈસુ એ પ્યાલો લીધો અને કહ્યું, “આ પીઓ. તે મારું નવા કરારમાંનું રક્ત છે કે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવેલું છે.
- 48:10 જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે તો ઈસુનું રક્ત તે વ્યક્તિના પાપોને દૂર કરે છે, અને તે દેવની શિક્ષામાંથી બચી જાય છે.
શબ્દ માહિતી:
- Strong's: H1818, H5332, G129, G130, G131, G1420