2.9 KiB
2.9 KiB
સર્પ, સાપ, નાનો ઝેરી સાપ
તથ્યો:
આ બધા શબ્દો એક પ્રકારના પેટે ચાલનારા પ્રાણીનો ઉલ્લેખ કરે છે જેને લાંબા, પાતળા શરીર અને મોટી ફેણવાળા હોય છે અને તે સમગ્ર જમીન પર પાછળથી આગળ વધીને આગળ વધે છે.“સર્પ” શબ્દ મોટા સાપનો ઉલ્લેખ કરે છે અને “નાનો ઝેરી સાપ” એવા પ્રકારનો સાપ કે જેનામાં ઝેર હોય છે જેનો ઉપયોગ તે પોતાના શિકારમાં ઝેર ફેલાવવા માટે કરે છે.
- આ પ્રાણીનો રૂપકાત્મક ઉપયોગ એવી વ્યક્તિ કે જે દુષ્ટ છે તેને સંબોધવા થાય છે, ખાસ કરીને એવી વ્યક્તિ કે જે દગાખોર છે.
- ઈસુએ ધાર્મિક આગેવાનોને “સર્પોના વંશજો” એમ કહ્યા કારણ કે તેઓ ન્યાયી હોવાનો ઢોંગ કરતાં હતાં અને લોકોને છેતરતા અને તેઓની સાથે અયોગ્ય વર્તન કરતાં હતા.
- એદન વાડીમાં, શેતાને જ્યારે હવાની સાથે વાત કરી ત્યારે સર્પનું રૂપ ધારણ કર્યું અને ઈશ્વરનો અનાદર કરવા તેણીને લલચાવી.
- સર્પે હવાને પાપ કરવા લલચાવ્યા બાદ, હવા અને તેના પતિ આદમ બંનેએ પાપ કર્યું, ઈશ્વરે સર્પને શાપ આપ્યો, એમ કહીને કે, હવેથી દરેક સર્પ પેટે ચાલશે, એટલે કે તે પહેલા તેઓને પગ હતાં.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો]
(આ પણ જુઓ: [શાપ], [છેતરવું], [અનાદર], [એદન], [દુષ્ટ], [શિકાર], [વંશજ], [શેતાન], [પાપ], [લલચાવવું])
બાઈબલના સંદર્ભો:
- [ઉત્પતિ 3:3]
- [ઉત્પતિ 3:4-6]
- [ઉત્પતિ 3:12-13]
- [માર્ક 16:17-18]
- [માથ્થી 3:7]
- [માથ્થી 23:33]
શબ્દ માહિતી:
- Strong's: H660, H2119, H5175, H6620, H6848, H8314, H8577, G2191, G2062, G3789