translationCore-Create-BCS_.../bible/other/reign.md

1.8 KiB

રાજ કરવું, શાસન

વ્યાખ્યા:

“રાજ કરવું” શબ્દનો અર્થ કોઈ ખાસ દેશ કે રાજ્યના લોકો પર શાસન કરવું એવો થાય છે. કોઈ રાજાનો રાજ્યકાળ તે શાસન કરતો હોય તેનો સમયગાળો હોય છે.

  • “રાજ કરવું” શબ્દનો ઉપયોગ ઈશ્વરનો ઉલ્લેખ કરવા માટે પણ થયો છે કે જ્યાં તેઓ સમગ્ર જગત પર રાજા તરીકે શાસન કરે છે.
  • લોકોએ ઈશ્વરનો રાજા તરીકે નકાર કર્યો તે પછી તેમણે ઇઝરાયલ પર માનવીય રાજાઓને શાસન કરવા દીધું.
  • જ્યારે પ્રભુ ઈસુ પાછા આવશે ત્યારે, તેઓ જાહેરમાં સમગ્ર જગત પર રાજા તરીકે શાસન કરશે અને ખ્રિસ્તીઓ તેમની સાથે શાસન કરશે.
  • આ શબ્દનો અનુવાદ “સંપૂર્ણ શાસન” અથવા તો “રાજા તરીકે શાસન કરવું” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: [રાજ્ય])

બાઇબલના સંદર્ભો:

  • [2 તિમોથી 2:11-13]
  • [ઉત્પત્તિ 36:34-36]
  • [લૂક 1:30-33]
  • [લૂક 19:26-27]
  • [માથ્થી 2:22-23]

શબ્દ માહિતી:

  • Strong's: H3427, H4427, H4437, H4438, H4467, H4468, H4475, H4791, H4910, H6113, H7287, H7786, G757, G936, G2231, G4821