translationCore-Create-BCS_.../bible/other/praise.md

3.9 KiB

સ્તુતિ કરવી, સ્તુતિ કરી, સ્તુતિ યોગ્ય

વ્યાખ્યા:

કોઈ વ્યક્તિની સ્તુતિ કરવી એટલે તે વ્યક્તિ માટે પ્રશંસા તથા સન્માન વ્યક્ત કરવું.

  • ઈશ્વર કેટલા મહાન છે તે કારણે અને જગતના સૃજનહાર તથા ઉદ્ધારક તરીકે તેઓએ જે આશ્ચર્યજનક બાબતો કરી છે તે કારણે લોકો તેમની સ્તુતિ કરે છે.
  • ઈશ્વરની સ્તુતિમાં ઘણી વાર તેમણે જે કર્યું છે તેના માટે આભાર માનવાનો સમાવેશ થાય છે.
  • ઘણી વાર સંગીત અને ગાયનોનો ઉપયોગ ઈશ્વરની સ્તુતિ કરવાની રીત તરીકે થાય છે.
  • ઈશ્વરની સ્તુતિ કરવી તે તેઓની આરાધના કરવાનો એક ભાગ છે.
  • “સ્તુતિ કરવી” શબ્દસમૂહનો અનુવાદ “કોઈના વિષે સારું બોલવું” અથવા તો “શબ્દો દ્વારા ઉચ્ચ માન આપવું” અથવા તો “કોઈના વિષે સારી બાબતો કહેવી” તરીકે પણ કરી શકાય.
  • “સ્તુતિ” સંજ્ઞાનો અનુવાદ “બોલાયેલ સન્માન” અથવા તો “માન આપતી વાણી” અથવા તો “કોઈના વિષે સારી બાબતો બોલાવી” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: )

બાઇબલની કલમો (સંદર્ભો):

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • ઇઝરાયલીઓએ તેમની નવી આઝાદીનો ઉત્સવ મનાવવા અને ઈશ્વરે તેમને ઈજીપ્તના સૈન્યથી બચાવ્યા હતા તે માટે તેમની સ્તુતિ કરવા ઘણા ગીતો ગાયા.
  • જ્યારે દાઉદે આ શબ્દો સાંભળ્યા ત્યારે, તેણે તરત જ ઈશ્વરનો આભાર માન્યો અને તેમની સ્તુતિ કરી કારણ કે ઈશ્વરે દાઉદ માટે આ મહાન માન અને ઘણા આશીર્વાદોનું વચન આપ્યું હતું.
  • ઝખાર્યાએ કહ્યું, “ઈશ્વરની સ્તુતિ થાઓ, કારણ કે તેમણે પોતાના લોકોને યાદ કર્યા છે!
  • તેઓએ (શિષ્યોએ) સાથે મળીને ઈશ્વરની સ્તુતિ કરવામાં આનંદ માન્યો અને તેઓએ પોતાની પાસે જે કઈ હતું તે એકબીજા સાથે વહેચ્યું.
  • તેઓએ પાઉલ તથા સિલાસને જેલના સૌથી સુરક્ષિત ભાગમાં રાખ્યા અને તેઓના પગોને પણ બેડીઓમાં જકડ્યા. તો પણ મધ્યરાત્રિએ, તેઓ ઈશ્વરની સ્તુતિના ગીતો ગાઈ રહ્યા હતા.

શબ્દ માહિતી (ભંડોળ):

  • Strong's: H1319, H7121, H8416, G29800, G38530