3.1 KiB
3.1 KiB
પ્રથમ ફળ
વ્યાખ્યા:
"પ્રથમ ફળ" શબ્દ ફળો અને શાકભાજીના પ્રથમ પાકના એક ભાગને દર્શાવે છે જે દરેક લણણીની મોસમ દરમિયાન લણવામાં આવ્યો હતો.
- ઈસ્રાએલીઓએ આ પ્રથમ ફળ દેવને બલિદાન તરીકે અર્પણ કર્યા.
- આ શબ્દનો ઉપયોગ બાઈબલમાં પ્રથમ જન્મેલા પુત્રને કુટુંબના પ્રથમ ફળ તરીકે દર્શાવવા માટે પણ અલંકારિક રીતે કરવામાં આવ્યો છે. એટલે કે, કારણ કે તે પરિવારમાં જન્મ લેનાર તે પ્રથમ પુત્ર હતો, તે તે જ હતો જેણે કુટુંબનું નામ અને સન્માન વહન કર્યું હતું.
- કારણ કે ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા છે, તેમને તેમનામાંના બધા વિશ્વાસીઓના "પ્રથમ ફળ" કહેવામાં આવે છે, જેઓ મૃત્યુ પામ્યા છે પરંતુ જેઓ એક દિવસ સજીવન થશે.
- ઈસુમાં વિશ્વાસ કરનારાઓને તમામ સર્જનના "પ્રથમ ફળ" પણ કહેવામાં આવે છે, જે ઈસુએ જેમને છુટકારો કર્યો હતો અને તેમના લોકો બનવા માટે બોલાવ્યા હતા તેમના વિશેષ વિશેષાધિકાર અને પદ સૂચવે છે.
અનુવાદ સૂચનો:
- આ શબ્દનો શાબ્દિક ઉપયોગ "પ્રથમ ભાગ (પાકનો)" અથવા "લણણીનો પ્રથમ ભાગ" તરીકે ભાષાંતર કરી શકાય છે.
- જો શક્ય હોય તો, અલંકારિક ઉપયોગોનું શાબ્દિક ભાષાંતર કરવું જોઈએ, જેથી વિવિધ સંદર્ભોમાં અલગ-અલગ અર્થો થાય. આ શાબ્દિક અર્થ અને અલંકારિક ઉપયોગો વચ્ચેનો સંબંધ પણ બતાવે છે.
(આ પણ જુઓ: [પ્રથમ જન્મેલ])
બાઈબલ સંદર્ભો:
- [૨ કાળવૃત્તાંત ૩૧:૪-૫]
- [૨ થેસ્સાલોનીકી ૨:૧૩]
- [નિર્ગમન ૨૩:૧૬-૧૭]
- [યાકૂબ ૧:૧૮]
- [યર્મિયા ૨:૩]
- [ગીતશાસ્ત્ર ૧૦૫:૩૬]
શબ્દ માહિતી:
- સ્ટ્રોંગ્સ: H1061, H6529, H7225, G05360