1.8 KiB
1.8 KiB
પીધેલ, દારૂડિયો
સત્યો:
“પીધેલ” શબ્દનો અર્થ અતિશય નશીલું પીણું પીવાથી ઉન્મત્ત થઈ જવું.
- “દારૂડિયો” એ એવી વ્યક્તિ છે કે જે મોટેભાગે પીધેલ હોય છે. આ પ્રકારના વ્યક્તિને “નશીલા” તરીકે પણ દર્શાવી શકાય છે.
- બાઈબલ વિશ્વાસીઓને કહે છે કે દારૂથી મસ્ત ન બનો, પરંતુ ઈશ્વરના પવિત્ર આત્માથી નિયંત્રિત થાઓ.
- બાઈબલ શીખવે છે કે દારૂનો નશો એ ગાંડપણ છે અને બીજી રીતે પાપ કરવા વ્યક્તિને અસર કરે છે.
- “પીધેલ” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરીએ ત્યારે તેમાં બીજા શબ્દો જેવા કે, “નશામાં” અથવા “ઉન્મત્ત” અથવા “અતિશય દારૂ પીવો” અથવા “આથાવાળું પીણું પીવું” (શબ્દોનો) સમાવેશ કરી શકાય.
(આ પણ જુઓ: [દારૂ])
બાઈબલની કલમો:
- [1 કરિંથી 5:11-13]
- [1 શમુએલ 25:36]
- [યર્મિયા 13:13]
- [લૂક 7:34]
- [લૂક 21:34]
- [નીતિવચનો 23:19-21]
શબ્દ માહિતી:
- Strong's: H5433, H5435, H7301, H7302, H7910, H7937, H7941, H7943, H8354, H8358, G3178, G3182, G3183, G3184, G3630, G3632