translationCore-Create-BCS_.../bible/other/crown.md

4.7 KiB

મુગટ, મુગટ પહેર્યો

વ્યાખ્યા:

મુગટ એ સુશોભિત, ગોળાકાર માથા પર મૂકવાની મૂલ્ય વાન વસ્તુ છે જે રાજાઓ અને રાણીઓ જેવા શાસકોના માથા પર પહેરવામાં આવે છે. "મુગટ" શબ્દનો અર્થ થાય છે કોઈના માથા પર મુગટ મૂકવો; અલંકારિક રીતે તેનો અર્થ થાય છે, "સન્માન."

  • મુગટ સામાન્ય રીતે સોના અથવા ચાંદીના બનેલા હોય છે અને તેમાં નીલમણિ અને માણેક જેવા કિંમતી રત્નો જડેલા હોય છે.
  • મુગટનો હેતુ રાજાની શક્તિ અને સંપત્તિનું પ્રતીક બનવાનો છે.
  • તેનાથી વિપરીત, રોમન સૈનિકોએ ઈસુના માથા પર મૂકેલી કાંટાની ડાળીઓથી બનેલો મુગટ તેમની મશ્કરી કરવા અને તેમને ઈજા પહોંચાડવા માટે હતો.
  • પ્રાચીન સમયમાં, એથ્લેટિક સ્પર્ધાઓના વિજેતાઓને જૈતુનની ડાળીઓમાંથી બનેલો તાજ આપવામાં આવતો હતો. પ્રેરિત પાઊલે તીમોથીને લખેલા તેમના બીજા પત્રમાં આ મુગટનો ઉલ્લેખ કર્યો છે.
  • અલંકારિક રીતે વપરાયેલ, "તાજ" નો અર્થ થાય છે કોઈનું સન્માન કરવું. આપણે દેવની આજ્ઞા પાળીને અને બીજાઓને તેમની સ્તુતિ કરીને માન આપીએ છીએ. આ તેના પર તાજ મૂકવા અને તે રાજા હોવાનું સ્વીકારવા જેવું છે.
  • પાઉલ સાથી વિશ્વાસીઓને પોતાનો “આનંદ અને મુગટ” કહે છે. આ અભિવ્યક્તિમાં, "મુગટ" નો અર્થ અલંકારિક રીતે કરવામાં આવે છે કે આ વિશ્વાસીઓ કેવી રીતે દેવની સેવામાં વફાદાર રહ્યા છે તેનાથી પાઉલને ખૂબ આશીર્વાદ અને સન્માન મળ્યું છે.
  • જ્યારે અલંકારિક રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે, “મુગટ”નું ભાષાંતર “ઈનામ” અથવા “સન્માન” અથવા “પુરસ્કાર” તરીકે થઈ શકે છે.
  • "મુગટ" નો અલંકારિક ઉપયોગ "સન્માન" અથવા "સજાવટ" તરીકે ભાષાંતર કરી શકાય છે.
  • જો કોઈ વ્યક્તિ "મુગટ પહેરાવી" હોય તો તેનું ભાષાંતર "તેના માથા પર મુગટ પહેરાવવામાં આવ્યો હતો" તરીકે કરી શકાય.
  • અભિવ્યક્તિ, "તેમને ગૌરવ અને સન્માનનો મુગટ પહેરવામાં આવ્યો હતો" નો અનુવાદ "તેમને ગૌરવ અને સન્માન આપવામાં આવ્યું હતું" અથવા "તેમને ગૌરવ અને સન્માનીત કરવામાં આવેલા હતા" અથવા "તેમને ગૌરવ અને સન્માન મૂકવામાં આવ્યાં હતા" તરીકે ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: [મહિમા], [રાજા], [જૈતુન])

બાઈબલ સંદર્ભો:

  • [યોહાન ૧૯:૩]
  • [વિલાપ ગીત ૫:૧૬]
  • [માથ્થી ૨૭:૨૯]
  • [ફિલિપ્પી ૪:૧]
  • [ગીતશાસ્ત્ર ૨૧:૩]
  • [પ્રકટીકરણ ૩:૧૧]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H3803, H3804, H5145, H5849, H5850, H6936, G12380, G47350, G47370