translationCore-Create-BCS_.../bible/other/cow.md

3.4 KiB

ગાય, આખલો, વાછરડું, ઢોર, વાછરડી, બળદ

વ્યાખ્યા:

“ગાય,” “આખલો,” “વાછરડી,” “બળદ,” અને “ઢોર” બધાં જ મોટા પ્રકારના સુસ્ત ચાર પગવાળા પ્રાણીને દર્શાવે છે કે જે ઘાસ ખાય છે.

  • આ પ્રકારની નારીજાત પ્રાણીને “ગાય,” નરજાતને “આખલો” અને તેઓના સંતાનને “વાછરડું” કહેવામાં આવે છે.
  • બાઈબલમાં ઢોર એ “શુદ્ધ” પ્રાણીઓ હતા, કે જે લોકો ખાઈ અને બલિદાન માટે વાપરી શકતા હતા.તેઓ પ્રાથમિક રીતે તેઓને માંસ અને દૂધ માટે ઉછેરાતા હતાં.

“વાછરડી” એ એક જુવાન નારી ગાય છે કે જેણે હજુ સુધી વાછરડાને જન્મ આપ્યો નથી.

“બળદ” એક પ્રકારનું પશુ છે કે જે વિશિષ્ઠ રીતે કૃષિવિષયક કામ માટે તાલીમ પામેલું હોય છે. આ શબ્દનું બહુવચન “બળદો” થાય છે. સામાન્ય રીતે બળદો નર અને ખસી કરેલા હોય છે.

  • સમગ્ર બાઈબલમાં, બળદોને ઝૂંસરી સાથે બાંધી ગાડું અથવા હળ ખેંચવાના પ્રાણીઓ તરીકે દર્શાવામાં આવ્યા છે.
  • ઝૂંસરી નીચે બળદોનું એકસાથે કામ કરવું, એવા બાઈબલમાંના સામાન્ય શબ્દસમૂહનો અર્થ, “ઝૂંસરી નીચે રહીને કઠીન કામ અને શ્રમ કરવું” એમ થાય છે.
  • આખલો પણ એક પ્રકારનો નર પશુ છે, પણ તેને ખસી કરેલી હોતી નથી અને કામ કરતાં પ્રાણી તરીકે તાલીમ આપેલી હોતી નથી.

(આ પણ જુઓ: [અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું]

(આ પણ જુઓ: [ઝૂંસરી]

બાઈબલની કલમો:

  • [ઉત્પત્તિ 15:9-11]
  • [નિર્ગમન 24:5-6]
  • [ગણના 19:1-2]
  • [પુનર્નિયમ 21:3-4]
  • [1 શમુએલ 1:24-25]
  • [1 શમુએલ 15:3]
  • [1 શમુએલ 16:2-3]
  • [1 રાજા 1:9]
  • [2 કાળવૃતાંત 11:15]
  • [2 કાળવૃતાંત 15:10-11]
  • [માથ્થી 22:4]
  • [લૂક 13:15]
  • [લૂક 14:5]
  • [હિબ્રૂ 9:13]

શબ્દ માહિતી:

  • Strong's: H47, H441, H504, H929, H1165, H1241, H1241, H1241, H4399, H4735, H4806, H5695, H5697, H5697, H6499, H6499, H6510, H6510, H6629, H7214, H7716, H7794, H7794, H7921, H8377, H8377, H8450, H8450, G1016, G1151, G2353, G2934, G3447, G3448, G4165, G5022, G5022