translationCore-Create-BCS_.../bible/other/administration.md

2.9 KiB

વહીવટ, સંચાલક, સંચાલકો, વહીવટ કરેલ, વહીવટ કરવો

સત્યો:

“વહીવટ” અને “સંચાલક” શબ્દો, વહીવટ અથવા રાજ્ય કરનાર માટે વપરાય છે કે, જે દ્વારા દેશનું કાર્ય વ્યવસ્થિત થઇ શકે.

  • દાનિયેલ અને તેના ત્રણ યહૂદી મિત્રોને બાબિલના દેશના અમુક ભાગ પર સંચાલકો અથવા વહીવટકર્તા તરીકે નિમવામાં આવ્યા હતા.
  • નવા કરારમાં વહીવટ કરવો તેને પવિત્રઆત્માનું એક વરદાન ગણવામાં આવ્યું છે.
  • જે વ્યક્તિને આત્મિક વરદાન મળેલ છે,તેઓ વ્યક્તિઓને દોરી અને સંચાલન, અને સાથે ઈમારતો અને મિલકતોના કાર્યની દેખરેખ તથા જાળવણી કરી શકે છે.

ભાષાંતરના સૂચનો

  • સંદર્ભને ધ્યાનમાં રાખીને “વહીવટકર્તા” શબ્દનું ભાષાંતર “સૂબો” “આયોજક” અથવા “વ્યવસ્થાપક” અથવા “રાજ્યકર્તા” અથવા સરકારી અધિકારી” થઇ શકે છે.
  • “વહીવટ કરવો” શબ્દનું ભાષાંતર “રાજ્ય કરવું” અથવા “સંચાલન કરવું” અથવા “આગેવાની” અથવા “સંસ્થાગત માળખું” થઈ શકે છે.
  • “સંભાળ રાખવી” અથવા “દેખરેખ રાખવી” જેવી અભિવ્યક્તિ શક્ય છે કે તેઓ “વહીવટ” શબ્દના ભાષાંતરના ભાગરૂપ હોઈ શકે છે.

(જુઓ: બાબિલ, દાનિએલ, વરદાન, સૂબો, હનાન્યાહ, મિશાએલ, અઝાર્યા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5532, H5608, H5632, H6213, H7860, G2941