2.1 KiB
2.1 KiB
દ્રાક્ષાકુંડ
વ્યાખ્યા:
બાઇબલના સમયમાં, "દ્રાક્ષાકુંડ" એક વિશાળપાત્ર અથવા ખુલ્લું સ્થળ હતું, જ્યાં દ્રાક્ષનો રસ દ્રાક્ષારસ બનાવવા માટે કાઢવામાં આવતો હતો.
- ઈસ્રાએલમાં, દ્રાક્ષાકુંડો મોટા ભાગે મોટા, વિશાળ ભાગના કે જે સખત ખડકમાંથી ખોદવામાં આવ્યા હતા. દ્રાક્ષના ઝૂમખાં કાણાંના સપાટ તળિયે મૂકવામાં આવતાં હતાં અને લોકો દ્રાક્ષનો રસ બહાર કાઢવા માટે તેમના પગ તળે દ્રાક્ષને કચડી નાખતા હતા.
- સામાન્ય રીતે દ્રાક્ષાકુંડને બે સ્તરો હતા, ટોચના સ્તરમાં દ્રાક્ષને કચડી નાખવામાં આવે છે, જેથી રસ નીચલા સ્તરે આવે છે જ્યાં તે એકત્રિત થઈ શકે.
- બાઇબલમાં "દ્રાક્ષાકુંડ" શબ્દનો અર્થ દુષ્ટ લોકો પર રેડવામાં આવેલાં ઈશ્વરના કોપના ચિત્ર તરીકે પણ થાય છે. (જુઓ: રૂપક
બાઇબલ સંદર્ભો
શબ્દ માહિતી:
- Strong's: H1660, H3342, H6333, G30250, G52760