3.8 KiB
3.8 KiB
જીભ,જીભો
વ્યાખ્યા:
બાઇબલમાં "જીભ" ના કેટલાંક અલંકારિક અર્થો થાય છે.
- બાઇબલમાં, આ શબ્દ માટે સૌથી સામાન્ય અલંકારિક અર્થ "ભાષા" અથવા "વાણી" છે.
- ક્યારેક "જીભ" કોઈ ચોક્કસ લોકજૂથ દ્વારા બોલાતી માનવીય ભાષાનો ઉલ્લેખ કરી શકે છે.
- અન્ય વખતે તે અલૌકિક ભાષાને દર્શાવે છે કે પવિત્ર આત્મા ખ્રિસ્તમાંના વિશ્વાસીઓને એક "આત્માના દાન" તરીકે આપે છે.
- અગ્નિની "જીભો" શબ્દનો અર્થ આગની "જ્વાળાઓ" થાય છે.
- “મારી જીભને આનંદ થાય છે" એમાં "જીભ" શબ્દનો ઉલ્લેખ સમગ્ર વ્યક્તિને થાય છે.
(જુઓ: લક્ષણલંકાર
"* જૂઠું બોલતી જીભ" શબ્દસમૂહ વ્યક્તિના અવાજ અથવા ભાષણનો ઉલ્લેખ કરે છે. )જુઓ: ગુણલક્ષણના આધારે થતો ભાષાલંકાર- અજહલ્લંકાર
અનુવાદ માટેનાં સૂચનો:
- સંદર્ભને આધારે, "જીભ" શબ્દનું "ભાષા" અથવા "આધ્યાત્મિક ભાષા" ભાષાંતર કરી શકાય છે. જેનો ઉલ્લેખ કરે છે તે જો સ્પષ્ટ ન હોય, તો તેને "ભાષા" તરીકે ભાષાંતર કરવું વધુ સારું છે.
- આગનો ઉલ્લેખ કરતી વખતે, આ શબ્દનું ભાષાંતર "જ્યોત" તરીકે થઈ શકે છે. " * મારી જીભને આનંદ થાય છે" એનું ભાષાંતર "હું આનંદિત થાઉં છું અને ઈશ્વરની સ્તુતિ કરું છું" અથવા "હું ખુશીથી ઈશ્વરની સ્તુતિ કરી રહ્યો છું" એમ ભાષાંતર કરી શકાય છે.
- “જૂઠી જીભ" શબ્દસમૂહનું ભાષાંતર "જૂઠું બોલનાર વ્યક્તિ" અથવા "જૂઠું બોલનાર લોકો" તરીકે કરી શકાય છે.
- જેમ કે "તેમની માતૃભાષા સાથે" શબ્દનું ભાષાંતર "તેઓ શું કહે છે" અથવા "તેમના શબ્દોથી" એવું ભાષાંતર કરી શકાય છે. )આ પણ જુઓ: [ભેટ[, [પવિત્ર આત્મા[, [આનંદ[, [સ્તુતિ[, [આનંદ[, [આત્મા[)
બાઇબલના સંદર્ભો:
- 1 કોરિંથી 12:9-11
- 1 યોહાન 3:16-18
- 2 શમુએલ 23:1-2
- પ્રેરિતોનાં કૃત્યો 2:25-26
- હઝકીએલ 36:1-3
- ફિલિપી 2:9-11
શબ્દ માહિતી:
- Strong's: H762, H2013, H2790, H3956, G1100, G1258, G1447, G2084