5.2 KiB
5.2 KiB
દેશ, દેશો#
વ્યાખ્યા:
દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.
- સામાન્ય રીતે દરેક “દેશ” ની એક સુવ્યાખ્યિત સંસ્કૃતિ અને પ્રાદેશિક સીમાઓ હોય છે.
- બાઇબલમાં, એક “દેશ” એ એક “રાષ્ટ્ર” હોઈ શકે છે જેમ કે ઈજીપ્ત અથવા તો ઈથોપિયા, પણ ઘણી વાર તે બહું સામાન્ય અર્થમાં હોય છે અને ખાસ જ્યારે બહુવચનમાં વપરાય છે ત્યારે તે એક લોકજાતિનો ઉલ્લેખ કરે છે. તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.
- બાઇબલમાં બીજા ઘણાં દેશોમાં ઇઝરાયલીઓ, પલિસ્તીઓ, આશૂરીઓ, બાબિલ, કનાન, રોમનો, ગ્રીકો વગેરેનો સામાવેશ થાય છે.
- ઘણી વાર “દેશ” શબ્દનો ઉપયોગ કોઈ ખાસ લોકજાતિના પૂર્વજનો ઉલ્લેખ કરવા પ્રતીકાત્મક રીતે કરવામાં આવતો હતો, જેમ કે ઈશ્વરે રીબકાને આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.
- “દેશ” તરીકે જેનો અનુવાદ કરવામાં આવ્યો છે તે શબ્દને ઘણીવાર “વિદેશીઓ (બિન-યહૂદીઓ)” અથવા તો જે લોકો યહોવાની આરાધના કરતા નથી તેઓનો ઉલ્લેખ કરવા વાપરવામાં આવ્યો હતો. અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભ અનુસાર, “દેશ” શબ્દનો અનુવાદ “લોકજાતિ” અથવા તો “પ્રદેશ” તરીકે કરી શકાય.
- જો કોઈ ભાષામાં “દેશ” માટે એવો શબ્દ હોય કે જે આ બીજા શબ્દોથી અલગ હોય તો તે શબ્દને બાઇબલમાં દરેક જગ્યાએ વાપરી શકાય. ફક્ત ધ્યાન એ રાખવાનું કે તે કુદરતી લાગતો હોય અને સંદર્ભ પ્રમાણે ચોક્કસ હોય.
- બહુવચનમાં “દેશો” શબ્દનો અનુવાદ મોટાભાગે “લોકજાતિઓ” તરીકે કરી શકાય.
- અમુક ખાસ સંદર્ભોમાં, આ શબ્દનો અનુવાદ “વિદેશીઓ” અથવા તો “બિન-યહૂદીઓ” તરીકે પણ કરી શકાય.
(આ પણ જૂઓ: આશૂર, બાબિલ, કનાન, બિન-યહૂદી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તીઓ, રોમ)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 14:15-17
- 2 કાળવૃતાંત 15:6-7
- 2 રાજા 17:11-12
- પ્રેરિતોના કૃત્યો 2:5-7
- પ્રેરિતોના કૃત્યો 13:19-20
- પ્રેરિતોના કૃત્યો 17:26-27
- પ્રેરિતોના કૃત્યો 26:4-5
- દાનિયેલ03:3-5
- ઉત્પત્તિ 10:2-5
- ઉત્પત્તિ 27:29
- ઉત્પત્તિ 35:11-13
- ઉત્પત્તિ 49:10
- લૂક 7:2-5
- માર્ક 13:7-8
- માથ્થી 21:43-44
- રોમનો 4:16-17
શબ્દ માહિતી:
- Strong's: H249, H523, H524, H776, H1471, H3816, H4940, H5971, G246, G1074, G1085, G1484