1.9 KiB
1.9 KiB
છાણ, ખાતર
વ્યાખ્યા:
“છાણ” શબ્દ એ મનુષ્ય અથવા પશુનો ઘટ્ટ કચરો દર્શાવે છે, અને તેને મળ અથવા વિષ્ટા પણ કહેવામાં આવે છે. જયારે તે જમીનને સમૃદ્ધ કરવા ખાતર તરીકે વપરાય છે, ત્યારે તેને “ખાતર” કહેવામાં આવે છે.
- આ શબ્દોને રૂપકાત્મક રીતે કંઇક કે જે નકામું અથવા મહત્વપૂર્ણ નથી તે માટે પણ વાપરી શકાય છે.
- મોટેભાગે પશુના સૂકા છાણને બળતણ માટે વાપરવામાં આવે છે.
- “પૃથ્વી ઉપર છાણ જેવું હોવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “નકામા છાણની જેમ ધરતી ઉપર વિખરાઈ જવું,” તરીકે કરી શકાય છે.
- યરૂશાલેમની દક્ષિણ દીવાલમાંનો “છાણ નો દરવાજો” કદાચ એ દરવાજો હતો કે જ્યાંથી કચરો અને નકામી ચીજો શહેરની બહાર લઈ જવામાં આવતી હતી.
(આ પણ જુઓ: દરવાજો)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H830, H1119, H1557, H1561, H1686, H1828, H6569, H6675, G906, G4657