translationCore-Create-BCS_.../bible/other/wisemen.md

5.4 KiB

જ્ઞાની માણસો

તથ્યો:

બાઇબલમાં, "જ્ઞાની માણસો" શબ્દ, ઘણીવાર એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ દેવની સેવા કરે છે અને મૂર્ખામીભર્યા નથી, પરંતુ કુશળ રીતે કાર્ય કરે છે. આ એક વિશિષ્ટ શબ્દ પણ છે જે અસામાન્ય જ્ઞાન અને ક્ષમતાઓ ધરાવતા માણસોને દર્શાવે છે જે રાજાના દરબારના ભાગ રૂપે સેવા આપતા હતા.

  • ક્યારેક "જ્ઞાની માણસો "શબ્દને"સમજદાર માણસો "અથવા "સમજુ માણસો" તરીકે વર્ણવવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળવાને કારણે ડહાપણથી અને ન્યાયપણાથી વર્તતા હોય તેવા માણસોનો ઉલ્લેખ કરે છે.
  • ફારૂન અને અન્ય રાજાઓની સેવા કરનાર "જ્ઞાની માણસો" ઘણી વાર વિદ્વાનો હતા, જેમણે તારાઓનો અભ્યાસ કર્યો હતો, ખાસ કરીને તારાઓએ આકાશમાંની તેમની સ્થિતિ પર જે નમૂનાઓની રચના કરી હતી તે વિશિષ્ટ અર્થ શોધી રહ્યા હતા.
  • ઘણી વખત જ્ઞાની માણસો સ્વપ્નોના અર્થો સમજાવે એવી અપેક્ષા રાખવામાં આવતી હતી. ઉદાહરણ તરીકે, રાજા નબુખાદનેસ્સારે માંગ કરી હતી કે તેમના જ્ઞાની પુરુષો તેનું સ્વપ્ન વર્ણવે અને તેનો અર્થ શું છે તે તેઓ કહે, પરંતુ તેમને દાનિયલ જેને દેવ પાસેથી આ જ્ઞાન મળ્યું હતું તે સિવાય આવું કહેવા માટે, કોઇ સક્ષમ ન હતું.
  • ક્યારેક જ્ઞાની પુરુષો દુષ્ટ આત્માઓ શક્તિ દ્વારા ભવિષ્યકથન કે ચમત્કાર જેવા જાદુઈ કૃત્યો કરવામાં આવતાં હતાં.
  • નવા કરારમાં, પૂર્વીય પ્રાંતોમાંથી માણસોનો સમૂહ જે ઇસુનું ભજન કરવા આવ્યા હતા તેમને "માગી" કહેવામાં આવતા હતા, જેને ઘણીવાર "જ્ઞાની માણસો" તરીકે ભાષાંતર કરવામાં આવે છે, કારણ કે કદાચ આ વિદ્વાનોનો ઉલ્લેખ કરે છે, જેમણે પૂર્વીય દેશના એક શાસકની સેવા કરી હતી.
  • તે બહુ સંભવ છે કે આ પુરુષો તારાઓનો અભ્યાસ કરનાર જ્યોતિષીઓ હતા. કેટલાક એવું માને છે કે દાનીએલ બાબેલોનમાં હતા ત્યારે, તેમણે શીખવેલા જ્ઞાની માણસોના વંશજ હતા.
  • સંદર્ભ ને આધારે, શબ્દ "જ્ઞાની પુરુષો" શબ્દ "જ્ઞાની" અથવા "હોશિયાર પુરુષો" અથવા "શિક્ષિત પુરુષો" અથવા કોઈ અન્ય શબ્દ જેવા શબ્દસમૂહ સાથે અનુવાદિત કરી શકાય છે જેનો અર્થ થાય છે કે જે લોકોએ શાસક માટે મહત્વનું કામ કર્યું છે.
  • જ્યારે "જ્ઞાની માણસો" ફક્ત એક સંજ્ઞા શબ્દ છે, ત્યારે "જ્ઞાની" શબ્દનું ભાષાંતર એ જ અથવા સમાન રીતે કરવું જોઈએ કે તે બાઇબલમાં અન્ય જગ્યાએ અનુવાદિત થાય છે.

(આ પણ જુઓ: બાબેલોન, દાનિએલ, ભવિષ્યકથન, જાદુ, નબૂખાદનેસ્સાર, શાસક, જ્ઞાની

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2445, H2450, H3778, H3779, G4680