2.8 KiB
2.8 KiB
સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે
વ્યાખ્યા:
બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.
-
સંપૂર્ણ અને પરિપક્વ હોવાનો અર્થ એક ખ્રિસ્તી વ્યક્તિ આજ્ઞાંકિત છે એવો થાય છે અને પાપરહિત છે એવો નથી થતો.
-
“સંપૂર્ણ” શબ્દનો બીજો અર્થ “પૂર્ણ” અથવા તો “સમગ્ર (પૂરેપુરું)” હોવું એવો પણ થાય છે.
-
નવા કરારમાં યાકૂબનો પત્ર જણાવે છે કે કસોટીઓમાં દ્રઢ રહેવું તે સંપૂર્ણતા અને પરિપક્વતા ઉપજાવે છે.
-
જ્યારે ખ્રિસ્તીઓ બાઇબલનો અભ્યાસ કરે છે અને તેનું આજ્ઞાપાલન કરે છે ત્યારે, તેઓ આત્મિક રીતે વધારે સંપૂર્ણ અને પરિપક્વ બનશે કારણકે તેઓ તેમના ચારિત્ર્યમાં ઈસુ જેવા વધારે બનાશે.
અનુવાદ માટેના સૂચનો:
- આ શબ્દનો અનુવાદ “દોષરહિત” અથવા તો “ભૂલરહિત” અથવા તો “ક્ષતિરહિત” અથવા તો “ચૂકરહિત” અથવા તો “કોઈ પણ દોષ ન હોય તેવું” તરીકે કરી શકાય.
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H724, H998, H1584, H1585, H3632, H3634, H4357, H4359, H4512, H8003, H8502, H8503, H8535, H8537, H8549, H8552, G195, G197, G199, G739, G1295, G2005, G2675, G2676, G2677, G3647, G5046, G5047, G5048, G5050, G5052