2.3 KiB
2.3 KiB
જૈતફળ, જૈતફળો
વ્યાખ્યા:
જૈતફળ એ જૈતુન વૃક્ષનું નાનું લંબગોળ ફળ છે કે જે મોટાભાગે ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશોમાં થાય છે.
- જૈતુન વૃક્ષો એ નાના સફેદ ફૂલો વાળા એક બારમાસી લીલાછમ ઝાડનો એક પ્રકાર છે. તેઓ ગરમ હવામાનમાં ઉગે છે અને ઓછા પાણીવાળા પ્રદેશમાં પણ ટકી શકે છે.
- જૈતુન વૃક્ષનું ફળ શરૂઆતમાં લીલા રંગનું હોય છે પણ જેમ તે પાકે છે તેમ કાળો રંગ ધારણ કરે છે. જૈતફળો ખોરાક માટે અને તેમાંથી બનતા તેલ માટે ઉપયોગી હતા.
- જૈતફળનું તેલ રાંધવામાં, દીવા સળગાવવામાં અને ધાર્મિક વિધિઓમાં વાપરવામાં આવતું હતું.
- બાઇબલમાં, જૈતુન વૃક્ષો અને ડાળીઓનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે લોકોનો ઉલ્લેખ કરવા વાપરવામાં આવે છે.
(આ પણ જૂઓ: દીવો, સમુદ્ર, જૈતુન પહાડ)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 27:28-29
- પુનર્નિયમ 6:10-12
- નિર્ગમન 23:10-11
- ઉત્પત્તિ 8:10-12
- યાકૂબ 3:11-12
- લૂક 16:5-7
- ગીતશાસ્ત્ર 52:8-9
શબ્દ માહિતી:
- Strong's: H2132, H3323, H8081, G65, G1636, G1637, G2565