2.7 KiB
2.7 KiB
ઐચ્છિકાર્પણ, ઐચ્છિકાર્પણો
વ્યાખ્યા:
ઐચ્છિકાર્પણ એ દેવને આપવામાં આવતું એક પ્રકારનું બલિદાન હતું કે જેને મૂસાના નિયમ દ્વારા કરવું જરૂરી નહોતું. આ અર્પણ આપવું તે વ્યક્તિની પોતાની પસંદગીની બાબત હતી.
- જો ઐચ્છિકાર્પણમાં એક પશુનું બલિદાન આપવાનું હતું, આ અર્પણ સ્વૈચ્છિક હતું તેથી થોડી ખામી વાળા પશુની પરવાનગી આપવામાં આવતી હતી.
- ઈઝરાએલીઓ મિજબાનીના ઉજવણીના ભાગ તરીકે બલિદાન આપેલું પ્રાણી ખાતા.
- જયારે ઐચ્છિકાર્પણ આપવામાં આવતું, ત્યારે તે ઈઝરાએલ માટે આનંદનું કારણ હતું જે બતાવે છે કે ફસલ સારી રહી છે જેથી લોકો પાસે ખોરાક પુષ્કળ છે.
- એઝરાનું પુસ્તક અલગ અલગ પ્રકારના ઐચ્છિકાર્પણ વર્ણવે છે કે જે મંદિરને ફરીથી બાંધવા માટે લાવવામાં આવ્યા હતા. આ અર્પણમાં સોના અને ચાંદીના પૈસા, તેમજ વાટકીઓ અને સોના અને ચાંદીમાંથી બનાવેલી અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.
(આ પણ જુઓ: દહનાર્પણ, એઝરા, મિજબાની, ખાદ્યાર્પણ, દોષાર્થાર્પણ, કાયદો, પાપાર્થાર્પણ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H5068, H5071