2.7 KiB
2.7 KiB
તિરસ્કાર (ધિક્કાર), ધિક્કારવા લાયક
સત્યો:
“તિરસ્કાર” શબ્દ, કોઈની અથવા કશાકની પ્રત્યે ઊંડો અનાદર અને અપમાન દર્શાવે છે. કઈંક જે ખૂબ અપમાનજનક છે તેને “ધિક્કારવાલાયક” કહેવામાં આવે છે.
- વ્યક્તિ અથવા વર્તન કે જે દેવ સામે ઉઘાડો અનાદર બતાવે છે તેને “ધિક્કારવા લાયક” બાબત કહેવાય છે, અને તેનું ભાષાંતર, “ખૂબ જ અવિનયી” અથવા “સંપૂર્ણપણે અપમાનજનક” અથવા “ઘૃણા પાત્ર” તરીકે કરી શકાય.
- “તિરસ્કાર રાખવો” તેનો અર્થ, કોઈકની કિંમત ઓછી આંકવી અથવા પોતાના કરતાં બીજાને ઉતરતા ગણવા.
- આ અભિવ્યક્તિઓનો અર્થ સમાન હોય છે: “કોઈ માટે તિરસ્કાર હોવો” અથવા “કોઈ માટે તિરસ્કાર દેખાડવો” અથવા “કોઈના તિરસ્કારમાં હોવું” અથવા “તિરસ્કારથી વર્તવું.” આ બધા શબ્દનો અર્થ, જે કંઈ કહેવાય કે કરાય તે દ્વારા “ભારે અનાદર” અથવા “ભારે અપમાન” થાય છે.
- જયારે દાઉદ રાજાએ વ્યભિચાર અને ખૂન દ્વારા પાપ કર્યું, ત્યારે દેવે કહ્યું હતું કે દાઉદે દેવ “માટે ઘૃણા દેખાડી” છે. તેનો અર્થ એ કે તે કરવાથી તેણે દેવનું ખૂબજ અપમાન અને તિરસ્કાર કર્યો છે.
(આ પણ જુઓ: અનાદર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H936, H937, H959, H963, H1860, H7043, H7589, H5006, G1848