3.1 KiB
3.1 KiB
#છાતીનું રક્ષા કવચ, છાતીના રક્ષા કવચો, ઉરપત્ર #
વ્યાખ્યા:
“છાતીનું રક્ષા કવચ” શબ્દ, બખતરના ભાગને જે સૈનિકના યુદ્ધ દરમ્યાન તેને રક્ષણ આપવા છાતીના આગળના ભાગને ઢાંકે છે તેને દર્શાવે છે. “ઉરપત્ર” શબ્દ વિશેષ કપડાનો ટુકડો કે જે ઈઝરાએલી મુખ્ય યાજકો તેમની છાતીના આગળના ભાગ ઉપર પહેરતા હતા તેને દર્શાવે છે.
- ”બખતર” તે સૈનિક દ્વારા વપરાતું હતું, જે લાકડું, ધાતુ અથવા પ્રાણીની ચામડામાંથી બનાવામાં આવતું હશે. તેને સૈનિકની છાતીમાં બાણો, ભાલાઓ, અથવા તલવારો ભોંકાય તેને અટકાવવા માટે બનાવવામાં આવ્યું હતું.
- ઈઝરાએલી મુખ્ય યાજક જે “ઉરપત્ર” પહેરતા હતા જે કાપડથી બનાવેલું અને તેમાં કિંમતી રત્નો જડેલા હતા. યાજક આ પહેરીને મંદિરમાં દેવની સેવાની ફરજ બજાવતો હતો.
- “બખતર” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરીએ તો તેને માટેનો શબ્દ, “ધાતુનું રક્ષણાત્મક છાતીનું આવરણ” અથવા “છાતીનું રક્ષણ કરનાર બખ્તરનું શસ્ત્ર” થઇ શકે છે.
- “ઉરપત્ર” શબ્દનું ભાષાંતરનું કરીએ તો તે શબ્દનો અર્થ “ છાતીને આવરી લેતા યાજકના વસ્ત્ર” અથવા “યાજકના કપડાનો ટુકડો” અથવા “યાજકના કપડાનો આગળનો ભાગ” થઈ શકે છે.
(આ પણ જુઓ: બખતર, મુખ્ય યાજક, ભોંકવું, યાજક, મંદિર, લડવૈયો)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H2833 , H8302, G2382