translationCore-Create-BCS_.../bible/other/partial.md

25 lines
2.3 KiB
Markdown

# પક્ષપાતી, પક્ષપાતી હોવું, પક્ષપાત #
## વ્યાખ્યા: ##
“પક્ષપાતી હોવું” અને “પક્ષપાત કરવો” શબ્દો કેટલાક લોકોને બીજાઓ કરતાં વધારે મહત્ત્વના ગણી વ્યવહાર કરવાની પસંદગીનો ઉલ્લેખ કરે છે.
* આ કોઇની તરફદારી કરવા સમાન છે જેનો અર્થ થાય છે કે અમુક લોકો સાથે બીજાઓ કરતાં વધારે સારી રીતે વ્યવહાર કરવો.
* સામાન્ય રીતે જેઓ વધારે ધનવાન હોય છે અથવા તો બીજાઓ કરતાં વધારે પ્રખ્યાત હોય છે તે કારણે પક્ષપાત કે તરફદારી બતાવવામાં આવે છે.
* જેઓ ધનવાન કે ઉચ્ચ દરજ્જાના છે તેઓ પ્રત્યે પક્ષપાત કે તરફદારી ન બતાવવા બાઇબલ લોકોને બોધ આપે છે.
* પાઉલ તેના રોમનોને પત્રમાં શીખવે છે કે ઈશ્વર લોકોનો ન્યાય પક્ષપાત વગર ન્યાયી રીતે કરે છે.
* યાકૂબનો પત્ર શીખવે છે કે લોકો ધનવાન હોય તે કારણે તેઓને બેસવા માટે સારું સ્થાન આપવું કે તેમની સાથે સારો વ્યવહાર કરવો તે ખોટું છે.
(આ પણ જૂઓ: [તરફદારી](../kt/favor.md))
## બાઇબલના સંદર્ભો: ##
* [પુનર્નિયમ 1:17-18](rc://en/tn/help/deu/01/17)
* [માલાખી 2:8-9](rc://en/tn/help/mal/02/08)
* [માર્ક 12:13-15](rc://en/tn/help/mrk/12/13)
* [માથ્થી 22:15-17](rc://en/tn/help/mat/22/15)
* [રોમન 2:10-12](rc://en/tn/help/rom/02/10)
## શબ્દ માહિતી: ##
* Strong's: H5234, H6440, G991, G1519, G2983, G4299, G4383