2.5 KiB
2.5 KiB
વધારવું, વધારે છે, વધાર્યું, વધારવું, વધારો
વ્યાખ્યા:
“વધારવું” શબ્દનો અર્થ પુષ્કળ સંખ્યામાં વધારવું એવો થાય છે. તેનો અર્થ કોઈ બાબતના પ્રમાણને વધારવું એવો પણ થઈ શકે, જેમ કે દુઃખ વધારવું.
- ઈશ્વરે મનુષ્યોને અને પ્રાણીઓને “વધવા” તથા પૃથ્વીને ભરપૂર કરવા કહ્યું. આ આજ્ઞા તેઓની જાત પ્રમાણે ઘણા બચ્ચાઓ પેદા કરવાની હતી.
- ઈસુએ 5000 લોકોને જમાડવા રોટલી અને માછલીને વધારી નાખ્યા. ખોરાકની માત્રા વધતી ગઈ કે જેથી દરેકને તૃપ્ત કરવા જરૂરિયાતથી વધારે ખોરાક હતો.
- સંદર્ભ અનુસાર, આ શબ્દનો અનુવાદ “વધારો” અથવા તો “વધારી નાખવું” અથવા તો “સંખ્યામાં મોટો વધારો કરવો” અથવા તો “સંખ્યામાં વધારો થવો” અથવા તો “અસંખ્ય બનવું” તરીકે કરી શકાય.
- “તારું દુઃખ ઘણું વધારો” શબ્દસમૂહનો અનુવાદ “તારા દુઃખને વધારે ભારે કરો” અથવા તો “તને ઘણું દુઃખ આપો” તરીકે પણ કરી શકાય.
- “ઘોડાઓની વૃદ્ધિ કરવાનો અર્થ “લાલચી રીતે વધારે ઘોડા મેળવવા” અથવા તો “પુષ્કળ ઘોડાઓ મેળવવા” થાય છે.
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H3254, H3527, H6280, H7231, H7233, H7235, H7680, G4052, G4129