translationCore-Create-BCS_.../bible/kt/faithless.md

2.5 KiB

અવિશ્વાસુ (વિશ્વાસવિહીન), બેવફાઈ

વ્યાખ્યા:

“અવિશ્વાસુ” શબ્દનો અર્થ, વિશ્વાસ ના હોવો અથવા (તેમાં) માનવું નહીં.

  • આ શબ્દ લોકો કે જેઓ દેવમાં માનતા નથી, તેઓનું વર્ણન કરવા માટે વપરાયેલ છે. તેઓનો માન્યતાનો અભાવ તેઓના અનૈતિક કાર્યથી જોવાય છે.
  • યર્મિયા પ્રબોધકે ઈઝરાએલને અવિશ્વાસુ, અને દેવની અવગણના કરનારા આરોપી ગણ્યા.
  • તેઓએ મૂર્તિઓની પૂજા કરી, અને અન્ય લોકોના જૂથોના પાપી રિવાજો ને અનુસર્યા, અને દેવની આરાધના અથવા આજ્ઞા પાળી નહીં.

ભાષાંતરના સૂચનો

  • સંદર્ભ પર આધાર રાખીને, “અવિશ્વાસુ” શબ્દનું ભાષાંતર, “બેવફા” અથવા “અવિશ્વાસી” અથવા “દેવની અવગણના કરનારું” અથવા “ વિશ્વાસ ના કરનારું,” તરીકે કરી શકાય છે.
  • “બેવફાઈ” શબ્દનું ભાષાંતર, “અવિશ્વાસ” અથવા “અવિશ્વાસુપણું” અથવા “દેવની વિરુદ્ધ બળવો,” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: માનવું, વિશ્વાસુ , અનાદર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G571