translationCore-Create-BCS_.../bible/kt/circumcise.md

8.5 KiB

સુન્નત, સુન્નત કરાવેલ, સુન્નતની વિધિ, બેસુન્ન્તી, બેસુન્ન્ત

વ્યાખ્યા:

“સુન્નત” નો અર્થ, માણસ અથવા નર બાળકની શિશ્નના આગળના ભાગની ચામડી કાપવી, એમ થાય છે. કદાચ સુન્નત વિધિનો સંસ્કાર આ બાબતના અનુસંધાનમાં કરવામાં આવે છે.

  • ઈશ્વરે ઈબ્રાહિમને આદેશ આપ્યો કે, ઈશ્વરના તેની સાથેના કરારના ચિહ્ન તરીકે તેના કુટુંબીજનો અને ચાકરોમાંના દરેક પુરુષની સુન્નત કરવી.  

  • ઈશ્વરે ઈબ્રાહિમના વંશજોને પણ આદેશ આપ્યો તેઓના કુટુંબમાં જન્મેલા દરેક નર બાળકને આ પ્રમાણે કરવું

  • “હ્રદયની સુન્નત કરવી” એ શબ્દસમૂહ અર્થાલંકારિક રીતે “કાપીને દૂર કરવું” અથવા વ્યક્તિમાંથી પાપને કાઢી નાખવું, એમ દર્શાવે છે.

  • આત્મિક અર્થમાં “સુન્નત કરવી” તે દર્શાવે છે કે, લોકો કે જેઓને ઈશ્વરે ઈસુના લોહી દ્વારા પાપથી શુદ્ધ કર્યા છે અને જેઓ તેના લોકો છે.

  • “બેસુન્ન્ત” શબ્દ દર્શાવે છે, જેઓની શારીરિક સુન્ન્ત થઈ નથી. તે અર્થાલંકારિક રીતે દર્શાવે છે કે જેઓની આત્મિક રીતે સુન્નત થઈ નથી, અને જેઓને ઈશ્વરની સાથે સંબંધ નથી.

  • “બેસુન્ન્તી” અને “બેસુન્ન્ત” શબ્દ પુરૂષ કે જેની શારીરિક સુન્નત કરાઈ નથી તેને દર્શાવે છે. આ શબ્દો રૂપક રીતે પણ વપરાયા છે.

  • મિસર દેશમાં પણ સુન્નત ફરજીયાત હતી. જયારે ઈશ્વરે મિસરના “બેસુન્ન્તીઓને” હરાવવા કહ્યું, ત્યારે ઈશ્વર એવા મિસરીઓની વાત કરે છે જેઓ સુન્ન્ત કરવાનું ધિક્કારતા હતા.

  • બાઇબલ એવા લોકોને દર્શાવે છે કે જેઓ “બેસુન્ન્ત હ્રદયવાળા” છે અથવા જેઓ “જેઓનું હૃદય બેસુન્ન્ત થયેલું” છે. આ બાબતને અર્થાલંકારિક રીતે કહેવામાં આવે તો આ લોકો ઈશ્વરના લોકો નથી અને ઈશ્વરની અવગણના કરનારા હઠીલા છે.

  • જો કોઈ ભાષામાં સુન્નત શબ્દ જાણીતો હોય તો “બેસુન્ન્ત” શબ્દનું ભાષાંતર “સુન્નત ન થયેલા” એમ થઇ શકે.

  • સંદર્ભ પર આધાર રાખીને “બેસુન્નત” અભિવ્યક્તિનું ભાષાંતર, “લોકો કે જેઓની સુન્નત થઈ નથી” અથવા “લોકો કે જેઓ ઈશ્વરના નથી”, એમ કરી શકાય છે.

  • આ શબ્દનું બીજી રીતે રૂપકાત્મક ભાષાંતર કરીએ તો, “જેઓ ઈશ્વરના લોકો નથી” અથવા “બંડખોર લોકો જેઓ ઈશ્વરના નથી” અથવા “લોકો જેમાં ઈશ્વરના હોવાની કોઈ નિશાની નથી” એમ કરી શકાય.

  • “હ્રદયનો બેસુન્ન્તી” અભિવ્યક્તિનું ભાષાંતર, “હઠીલો બળવાખોર” અથવા “જે વિશ્વાસ કરવા ઇન્કાર કરે છે” તે કરી શકાય. તેમ છતાં, બની શકે તો આ અભિવ્યક્તિ એમ જ રાખવી અથવા તેના સમાન રાખવી, કારણકે આત્મિક સુન્નત એક અગત્યનો વિષય છે.

# ભાષાંતરના સૂચનો:

  • જો લક્ષ્ય ભાષાની સંસ્કૃતિમાં પુરૂષો ઉપર સુન્નત થાય છે, તો તે માટે જે શબ્દ વપરાય છે તે વાપરવો.
  • બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરીએ તો, “આસપાસ કાપવું” અથવા “ગોળાકારમાં કાપવું” અથવા “આગળના ભાગની ચામડી કાપી નાખવી” એમ થઇ શકે.
  • જે સંસ્કૃતિમાં સુન્નત જાણીતી નથી તેને સમજાવવા પાદનોંધ અથવા શબ્દાવલીમાં છણાવટ કરવી અનિવાર્ય છે. ધ્યાન રાખો કે આ શબ્દનું જે ભાષાંતર સ્ત્રીઓને માટેની સુન્નત દર્શાવતી ન હોય. આ શબ્દનું ભાષાંતર થાય ત્યારે દર્શાવેલ શબ્દ અથવા શબ્દસમૂહ “પુરુષની” સુન્નત સાથે જોડાયેલો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કરાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 5:3 "તમારે તમારા કુટુંબના દરેક પુરુષની સુન્નત અવશ્ય કરવી.
  • 5:5 તે દિવસે ઈબ્રાહિમે તેના ઘરના બધાંજ પુરુષોની સુન્નત કરી.

શબ્દ માહિતી:

  • Strong's: H4135, H4139, H5243, H6188, H6189, H6190, G203, G564, G1986, G4059, G4061