* “હિંમતવાન” શબ્દનું ભાષાંતર, “બહાદુર” અથવા “ભયભીત ન થાય તેવું” અથવા “સાહસિક” પણ કરી શકાય છે.
* સંદર્ભ પર આધાર રાખીને, “હિંમત હોવી”નું ભાષાંતર, “ભાવનાત્મક રીતે બળવાન રહો” અથવા “આત્મવિશ્વાસુ રહો” અથવા “દૃઢ ઉભા રહો,” કરી શકાય છે.
* “હિંમત સાથે બોલવું”નું ભાષાંતર, “હિંમતભેર બોલો” અથવા “ડર રાખ્યા વગર બોલવું” અથવા “આત્મવિશ્વાસથી બોલવું,” કરી શકાય છે. “ઉત્તેજન આપવું” અને “પ્રોત્સાહન આપવું” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.
* પાઉલ પ્રેરિત અને નવા કરારના અન્ય લેખકોએ ખ્રિસ્તીઓને એકબીજાને પ્રેમ કરવા અને બીજાઓની સેવા કરવાનું શીખવ્યું. “નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.
* સંદર્ભ પર આધાર રાખીને, “પ્રોત્સહિત” શબ્દના ભાષાંતરમાં, “અરજ” અથવા “દિલાસો” અથવા “માયાળુ વસ્તુઓ કહેવી” અથવા “મદદ અને સમર્થન” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
* “પ્રોત્સાહનના શબ્દો કહેવા” શબ્દ સમૂહનો અર્થ, “એવી બાબતો કહેવી કે જેથી બીજા લોકોને પ્રેમ, સ્વીકૃતી, અને સશક્તિકરણનો અનુભવ થાય.